હાલાકી:કાર્તિકી પૂનમે એસટી ન ફાળવાતાં વિજયનગરના મુસાફરો અટવાયાં

વિજયનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડબ્રહ્મા એસટી ડેપોએ બસો ન ફાળવી

શુક્રવારે દેવદિવાળી અને કારતકી પૂર્ણિમા નિમિત્તે ખેડબ્રહ્મા ડેપો દ્વારા શામળાજી ,અંબાજી ના પૂનમના મેળામાં બસ ફાળવતાં વિજયનગર થી લક્ષ્મીપુરા હોસ્પિટલમાં અને ખેડબ્રહ્મા માતાજી મંદિરે પૂર્ણિમાએ દર્શનાર્થે આવતાં વિજયનગરના દર્દીઓ અને મુસાફરો અટવાયા હતા.

આ અંગે વિજયનગરના સુરેશભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર દેવદિવાળી અને કારતકી પૂર્ણિમા નિમિત્તે ખેડબ્રહ્મા અંબાજી માતાજીના મંદિરે દર્શન કરવા માટે વિજયનગરથી દસ વાગ્યે ઉપડતી વિજયનગર ખેડબ્રહ્મા બસની રાહ જોઈ ઉભા હતા.

પરંતુ તે બસ નિયત સમયે આવી ન હતી. જે અંગે ખેડબ્રહ્મા ડેપોનો સંપર્ક સાધતાં આજે દેવદિવાળી અને કારતકી પૂર્ણિમા નિમિત્તે ખેડબ્રહ્મા ડેપો દ્વારા શામળાજી, અંબાજીના પૂનમના મેળામાં બસ ન ફાળવાતાં વિજયનગરથી લક્ષ્મીપુરા હોસ્પિટલમાં અને ખેડબ્રહ્મા માતાજી મંદિરે પૂર્ણિમાએ દર્શનાર્થે આવતાં વિજયનગરના દર્દીઓ અને મુસાફરો અટવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...