તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:જશવંતપુરાના યુવકે આંતરસુંબાના યુવકને પાઇપ મારતાં છ દાંત તૂટી ગયા, જીભ કપાઇ

વિજયનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ આદિવાસી દિવસે બાઇક લઇ જવાની બાબતે મારામારી

વિશ્વ આદિવાસી દિવસે આતરસુંબાનો યુવક અને જશવંતપુરાનો યુવક બાઈક રેલીમાં ભાંખરા પાટિયા ગયા હતા. જ્યાંથી આતરસુંબા જવાનું કહેતાં યુવકે તકરાર કરી લોખંડની પાઈપ મારતાં યુવકના છ દાંત તૂટી ગયા અને જીભ કપાઈ ગઈ હતી. આ બનાવ અંગે ઘાયલે શનિવારે જશવંતપુરાના યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

આતરસુંબાના જીતેન્દ્રભાઈ કાળુભાઇ ગમાર ગત 9મી ઓગસ્ટે આતરસુંબામાંથી નીકળેલી બાઈક રેલીમાં જશવંતપુરાના અનિમેષ જશવંતભાઈ નિનામાંની બાઈક નં. જી.જે-09-સી.વી. 4781 પર બેસીને ભાંખરાપાટિયા સુધી ગયા હતા. જ્યાંથી રેલી પૂર્ણ થતાં જીતેન્દ્રભાઈએ અનિમેષને રેલી પૂરી થઈ ગઈ હોઈ બાઈક લઈ પરત ઘરે આતરસુંબા જવાનું કહેતા અનિમેષ ઉશ્કેરાઈ જઇ અનિમેષે તેની બાઇકમાં ભરાવેલી લોખંડની પાઈપ લઇ જીતેન્દ્રભાઈ પર તૂટી પડતાં જીતેન્દ્રભાઈ ના માથામાં અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેના છ દાંત તૂટી ગયા હતા અને જીભ પણ કપાઈ ગઈ હતી.

જે સમયે જીતેન્દ્રભાઈએ બૂમાબુમ કરતાં શૈલેષભાઇ ખરાડી અને સુનિલભાઈ ગમારે દોડી આવી જીતેન્દ્રભાઈને અનિમેષના મારથી બચાવી પ્રથમ આતરસુંબા પીએચસીમાં અને ત્યાંથી ગંભીર ઈજાઓ ના કારણે ઈડરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ બનાવ અંગે જીતેન્દ્રભાઈ ગમારે શનિવારે જશવંતપુરાના અનિમેષ નિનામા વિરુદ્ધ વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...