દરખાસ્ત:વિજયનગર તાલુકાની 5 પંચાયત વિભાજન કરવા દરખાસ્ત કરાઇ

વિજયનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્દ્રોખા, ભાખરા, આતરસુબા, કાલવણ,પાલને વિભાજન કરવા દરખાસ્ત કરતાં હવે 36 માંથી વધી 42 પંચાયતો થશે

વિજયનગર તાલુકાની પાંચ પંચાયતો અન્દ્રોખા, ભાખરા, આતરસુબા, કાલવણ,પાલ પંચાયતનું વિભાજન કરવાની દરખાસ્ત કરાઇ છે. સરકાર દ્વારા ઉપરોકત 5 નવીન પંચાયતને મંજૂરી મળશે તો તાલુકામાં હાલ 36 પંચાયતો છે તે વધીને સંખ્યા 42 થશે. ગામલોકોને પડતી હાલાકીના કારણે પંચાયતો વિભાજન કરવા સ્થાનિકોઅે તંત્રમાં માગણી કરી હતી.

વિજયનગર તા.પં.વિસ્તરણ અધિકારી પંચાયત બાબુભાઈ પટેલાના જણાવ્યાનુસાર તાલુકામાં હાલ 36 પંચાયત છે. જેમાં તાલુકાની અન્દ્રોખા, ભાખરા, આતરસુબા, કાલવણ,પાલ પંચાયતમાં ગામડાઓ અને ગ્રામ્ય વિસ્તારના કારણે લોકોને વેઠવી પડતી હાલાકી તેમજ પંચાયતોની વહીવટી અનુકૂળતાને ધ્યાનમાં રાખી સ્થાનિકોની માગણીઓને પગલે કાલવણમાંથી કઠવાવડી, અન્દ્રોખા માંથી મોધરી, ભાંખરામાંથી ગોળવાડા, ખેરવાડા, આતરસુંબામાંથી ધોળીવાવ પાલ પંચાયત માંથી દઢવાવ પંચાયતના વિભાજનની દરખાસ્ત કરવામાં આવી છે.

વિભાજન થનારી પંચાયતો
અન્દ્રોખા, આતરસુબા,ભાખરા કાલવણ અને પાલ પંચાયત

વિભાજન બાદ અસ્તિત્વમાં આવનારી આ છે પંચાયતો
કઠવાવડી, મોધરી, ગોલવાડા ખેરવાડા, ધોળીવાવ, દઢવાવ

અન્ય સમાચારો પણ છે...