ચૂંટણી:વિજયનગરમાં 23 પં.ની ચૂંટણીમાં 48200 મતદાતા મતદાન કરશે

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં 24034 પુરુષ મતદાતા ની સામે 24166 સ્ત્રી મતદાતા
  • તાલુકાના 64 મતદાન મથકો પૈકી 34 સંવેદનશીલ

વિજયનગર તાલુકાની 23 ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં આગામી 19 મી તારીખે કુલ 48200 મતદાતાઓ પૈકી 24034 પુરુષ મતદાતાની સામે 24166 સ્ત્રી મતદાતાઓ કુલ 91 ઉમેદવારો પૈકી53પુરુષ 38 સ્ત્રી ઉમેદવારનું ભાવિ નક્કી કરશે.જેમાં ચૂંટણી પંચ દ્વારા તાલુકાના 64 મતદાન મથકો પૈકી અડધાથી વધુ 34 મતદાન મથક સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જ્યા મતદાન સુચારુ રૂપે સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ થયું છે.

સમગ્ર ગુજરાત માં સ્થાનિક સત્તામંડળો ની ચૂંટણી ના મતદાન આડે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે અને ઉમેદવારો પોતાના મતદાતાઓને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વિજયનગર તાલુકાની 23 ગ્રામ પંચાયતની ચૂંટણી માં આગામી 19મી તારીખે કુલ 48200 મતદાતાઓ પૈકી 24034 પુરુષ મતદાતા ની સામે 24166 સ્ત્રી મતદાતાઓ કુલ 91 ઉમેદવારો પૈકી53પુરુષ 38 સ્ત્રી ઉમેદવારનું ભાવિ નક્કી કરશે.જેમાં ચૂંટણી પંચ દ્વારા તાલુકાના 64 મતદાન મથકો પૈકી અડધા થી વધુ 34 મતદાન મથક સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જ્યા મતદાન સુચારુ રૂપે સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ છે.

અન્ય સમાચારો પણ છે...