ફરિયાદ:વણધોલમાં કુટુંબીભાઈ અને પુત્રએ પિતાને લાકડીઓ મારી

વિજયનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક પાછું માગતાં બંને જણાં લાકડીઓ લઇ તૂટી પડ્યા
  • ઘાયલ પિતાએ પુત્ર અને કુટુંબીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

વિજયનગરના વણધોલમાં શનિવારે સાંજે ગામના શખ્સે કુટુંબીભાઈ અને પુત્રને બાઇક પરત આપવાનું જણાવતાં ભાઈ અને પુત્રે પતિ-પત્નીને લાકડીઓના ઘા ઝીંકતાં વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી વણધોલના લક્ષ્મણભાઈ ફૂલાજી કટારા અને તેમની પત્ની કાવિબેન શનિવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે પોતાના ઘરે બેઠા હતા. તે સમયે લક્ષ્મણભાઈના કુટુંબના રાવજીભાઈ નાથાજી કટારા તથા લક્ષ્મણભાઈ કટારાનો પુત્ર આકાશ બાઇક લઈને ઘરે આવ્યા હતા.

જે સમયે લક્ષ્મણભાઈએ રાવજી અને પુત્ર આકાશને તમે મારી બાઇક ચલાવો છો પરંતુ પૈસા આપતા નથી તેમ કહી લક્ષ્મણભાઇ એ પોતાનું બાઇક પાછું માંગતા રાવજી તથા આકાશ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને અપશબ્દો બોલ્યા હતા.

જેથી લખમણભાઇ અપશબ્દો બોલવાની ના પાડતાં રાવજીભાઈએ લક્ષ્મણની પત્ની કાવીબેનના માથામાં લાકડી મારતાં લક્ષ્મણભાઈ પોતાની પત્નીને છોડાવવા વચ્ચે પડ્યા હતા.જેમાં લક્ષમણભાઇના પુત્ર આકાશે પણ પોતાના પિતાના માથામાં લાકડીઓ મારતાં લોહીલુહાણ હાલતમાં લક્ષ્મણભાઈએ બૂમાબૂમ કરતા નજીકમાંથી નાથીબેન ફુલાજી કટારા તથા વેલાજી ખરાડી દોડી આવી લક્ષ્મણભાઈ કટારા તથા તેમના પત્ની કાવીબેનને છોડાવ્યા હતા.આ અંગે લક્ષ્મણભાઈ કટારાએ પોતાના કુટુંબીભાઈ રવજીભાઈ કટારા તથા પુત્ર આકાશ વિરુદ્ધ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...