હુમલો:ચૂંટણીમાં તમે દાદા બની ગયા હતા કહી આધેડને માર માર્યો

વિજયનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગરના ચિભડીયા ગામનો બનાવ
  • આધેડ વોકિંગમાં નીકળ્યા હતા તે સમયે ઝઘડો

સરપંચની ચૂંટણીમાં તમેદાદા બની ગયા હતા તેમ કહી વિજયનગરના ચિભડીય આધેડને ગડદાપાટુનો માર મારનાર ગામના જ શખ્સ વિરુદ્ધ ચિઠોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચિભડીયા ગામના 59 વર્ષીય બિંદુભાઈ કાળાજી ખરાડી શનિવારે રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે જમી પરવારીને પોતાના ઘર નજીક રસ્તા પર વોકિંગ માટે નીકળ્યા હતા. જે સમયે ગામના જ સચિન અર્જુનભાઈ મોડિયાએ બિંદુભાઈને તમે સરપંચની ચૂંટણીમાં દાદા બની ગયા હતા તેમ કહી તકરાર કરી અપશબ્દો બોલતા બિંદુભાઈએ સચિનને અપશબ્દો બોલવાની ના પાડતાં સચિને બિંદુભાઈને લાકડીઓ વડે મારમારી ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ મામલે બિંદુભાઈ ખરાડીએ સચિન મોડિયા વિરુદ્ધ ચિઠોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...