તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કણાદર ગામમાં સગાભાઈ ભત્રીજાએ મજૂરનું ઉપરાણુ લઈ ઝઘડો કર્યો

વિજયનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચિઠોડા પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓએ આરોપીનો સાથ આપી ફરિયાદ નહીં લેતાં જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરતાં 4 સામે ફરિયાદ

વિજયનગર તાલુકાના કણાદર ગામમાં યુવતીને બિભત્સ ચેનચાળા કરતા મજૂરને ઠપકો કરતાં સગાભાઈ, ભત્રીજાએ તકરાર કરી હતી. જે અંગે યુવતીના પિતાએ ચિઠોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જતા બે પોલીસ કર્મીઓએ આરોપીઓનો સાથ આપી ફરિયાદ ન લઈ ફરિયાદી સાથે મારઝૂડ કરતા પીડિત યુવતીના પિતાએ જિલ્લા કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં ચિઠોડા પોલીસે 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ગત 9મી જુલાઈને બપોરે કણાદર ગામના સુરપાલભાઇ ખીમજીભાઈ નિનામાની દીકરી શુક્રવારે આંગણામાં કામ કરતી હતી.

ત્યારે તેમના મોટાભાઈ રાવજીભાઈના ઘરે અગાસીમાં કામ કરતાં મજૂર યુવક ઈશારા કરતો હોવાની દીકરીએ સુરપાલભાઈને કહેતાં તેઓએ યુવકની હરકતો બાબતે તેમના મોટાભાઈ રાવજીભાઈને જણાવતા રાવજીભાઈ તેમની પત્ની મંજુલાબેન, પુત્ર કિરણે તેમના ઘરે કામ કરતા મજૂરનું ઉપરાણું લઈ સુરપાલભાઇ સાથે તકરાર કરી હતી. સુરપાલભાઈએ ચિઠોડા પોલીસ મથકમાં ફોન કરી જાણ કરતા કોઈ કાર્યવાહી નહીં થતા તેમણે જીલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરતા પી.સી.આર.પોલીસ આવી હતી અને આરોપી મજૂર યુવકને ઝડપી લઈ જતા રહ્યા હતા.

ત્યારબાદ સુરપાલભાઈએ ચિઠોડા પોલીસ મથકે ફરિયાદ આપવા જતા પોલીસ કર્મચારી ગીરીશભાઈ દેવજીભાઈ પરમાર અને ભુરજીભાઈ રૂપસીભાઈ અસરીએ રાવજીભાઈનું ઉપરાણું લઈ સુરપાલભાઈ અને તેમના પુત્ર રામરતન સાથે હાથપાઈ કરવાની તૈયારી કરવાનું જણાતા ઘરે પરત આવી ગયા હતા. આ બંને પોલીસ કર્મીઓએ આરોપી યુવકને છોડી મુક્યો હતો. જે બાદ સુરપાલભાઈએ જિલ્લા કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરતા ચિઠોડા પોલીસે સુરપાલભાઈની ફરિયાદ આધારે રાવજીભાઈ ખીમજીભાઈ નિનામાંના ઘરે કામ કરતા મજૂર યુવક, રાવજીભાઈ તેમની પત્ની મંજુલાબેન અને પુત્ર કિરણ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...