તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:વસાઈમાં જમીનની તકરારમાં 4 લોકો પર કુહાડી તેમજ ધારિયા વડે હુમલો થતા ગંભીર ઈજા

વિજયનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગર પોલીસ મથકમાં 4 શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
  • જમીન બાબતે 4 લોકોએ સાથે મળી સામેના પરિવારજનો સાથે તકરાર કરી હતી: હુમલા બાદ મારી નાખવાની ધમકી પણ આપી હતી

વિજયનગરના વસાઈમાં રવિવારે જમીનની તકરારમાં 4 શખ્સો પર કુહાડી, ધારિયા અને લાકડી જેવા હથિયારોથી જીવલેણ હુમલો કરતાં ચાર શખસ વિરુદ્ધ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.આ બનાવથી નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વસાઈના દલપતસિંહ સોલંકી અને તેમના જ પરિવારના હિંમતસિંહ ગુલાબસિંહ સોલંકી વચ્ચે જમીનની બાબતની તકરાર ચાલતી હતી. જેમાં રવિવારે સવારે હિંમતસિંહ સોલંકી, મનહરભાઈ સોલંકી તેના ભાઈ મોહનભાઇ સોલંકી અને રાજસ્થાનના સરવનના પંકજસિંહ સિસોદીયાએ દલપતસિંહને તેમની પત્ની સુરજબેન અને ભાઈ સુરપાલસિંહ તથા પિતરાઈ ભાઈ રમણસિંહ અનારસિંહ સોલંકી સાથે તકરાર કરી જમીનમાં જતા રોકીને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં દલપતસિંહે અપશબ્દો બોલવા ની ના પાડતાં હિંમતસિહે દલપતસિંહના માથામાં લાકડી મારી હતી

તથા મનહરભાઈએ કુહાડીથી ગંભીર ઈજાઓ કરતાં દલપતસિંહનો ભાઈ સુરપાલ બચાવવા વચ્ચે પડતાં મોહનભાઇ નાનજી સોલંકીએ સુરપાલસિંહના માથામાં ધારિયું મારી દીધું હતું જ્યારે પંકજસિંહ પ્રતાપસિંહ સિસોદીયાએ સુરજબેનને લાકડીઓ વડે મારતાં દલપતસિંહનો પિતરાઈ ભાઈ રમણભાઈ છોડાવવા દોડી આવતાં પંકજસિંહે લાકડીઓ અને ધારિયાથી હુમલો કરતાં ઈજાઓ પહોંચાડતા ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હતા. દલપતસિંહે હિમતસિંહ સોલંકી,મનહરભાઈ સોલંકી,તેના ભાઈ મોહનભાઇ અને સરવનના પંકજસિંહ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...