તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહકોને હાલાકી:BOB આતરસુંબામાં વીજ પુરવઠાની વધઘટથી ઉપકરણોને નુકસાનનો ભય

વિજયનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વારંવારો કોમ્પ્યુટર સિસ્ટમ બંધ થઇ જતાં બેન્કમાં આવતા ગ્રાહકોને હાલાકી પડતાં બેન્ક બહાર રાહ જોઇ બેસી રહે છે. - Divya Bhaskar
વારંવારો કોમ્પ્યુટર સિસ્ટમ બંધ થઇ જતાં બેન્કમાં આવતા ગ્રાહકોને હાલાકી પડતાં બેન્ક બહાર રાહ જોઇ બેસી રહે છે.

આતરસુંબા બેંક ઓફ બરોડાના મકાન પાછળના વીજ ટ્રાન્સફોર્મરમાં વીજપુરવઠા ની વધઘટથી બેંકના ઉપકરણોને નુકસાન થવાનો ભય હોઈ ગત ત્રણ દિવસથી બેન્કિંગ કામકાજ પ્રભાવિત થતાં ગ્રાહકો અટવાયાં છે.

આતરસુંબા બેંક ઓફ બરોડામાં ગત ત્રણ દિવસથી નાણાં લેવા આવતાં ગ્રાહકોને બેન્કિંગ કામકાજ બંધ હોવાથી ધક્કા ખાવા પડી રહ્યા હોવાની લેખિત રજૂઆત ગ્રાહકોએ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને કરી હતી. જે અંગે બેંક ઓફ બરોડા શાખા મેનેજર બી. કે. રાવળનો સંપર્ક સાધતાં તેમણે બેંકમાં જ્યાંથી વીજ પુરવઠો આવે છે તે વીજ ટ્રાન્સફરર્મરમાં વીજ પુરવઠાની વધઘટથી બેંકના વીજ ઉપકરણો, કોમ્પ્યુટર સિસ્ટમ અવારનવાર બંધ થઈ જતાં હોવાના કારણે વીજઉપકરણોને નુકસાન થવાનો ભય પણ છે. જેના લીધે બેન્કિંગ કામકાજ ઠપ થઈ ગયું છે.

આ અંગે વિજયનગર વીજ કચેરી ના નાયબ ઈજનેર ને પણ લેખિતમાં વારંવાર રજૂઆત કરાતાં કોઈજ કાર્યવાહી નહીં કરાઇ નથી. આ અંગે ભિલોડા ડિવિઝનના એક્જીક્યુટિવ ઈજનેર જોશીભાઈએ ઘટતી કાર્યવાહી કરવા બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...