ચૂંટણી:વિજયનગર તાલુકાની 23 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

વિજયનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિજયનગર તાલુકાની 36 પૈકી 23 ગ્રામ પંચાયતના ચૂંટણી પડઘમ ગાજ્યા છે. વિભાજિત 12 પંચાયતોમાં એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી યોજાશે. જેમાં નવીન વિભાજન થયેલ 5 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર નિમવામાં આવ્યા છે.

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોની જાહેર થયેલી સામાન્ય ચૂંટણીઓ બાદ વિજયનગર તાલુકાની 36 પૈકી 24 ગ્રામ પંચાયતના ચૂંટણી પડઘમ ગાજ્યા છે. વિભાજિત 12 પંચાયતોમાં એપ્રિલ-મે માસમાં ચૂંટણી યોજાશે. જેમાં નવીન વિભાજન થયેલ 5 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર નિમાયા છે.

કાલવણ ગ્રા.પં.નું વિભાજન થતાં ચૂંટણી મોકુફ
કાલવણ ગ્રામ પંચાયતનું વિભાજન કરી નવીન કઠવાવડી ગ્રામ પંચાયતની રચના કરી છે.સરકાર દ્વારા 20મી નવેમ્બરના રોજ જાહેર કરાયેલા જાહેરનામા બાદ હવે કાલવણ ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ રહેતા આગામી 19મી ડિસેમ્બરે 23 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.તેમ વિજયનગર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી પંચાયત બી.ટી.પટેલ, ગજેન્દ્રભાઈ રાવલના જણાવ્યું હતું.કઠવાવડી ગ્રામ પંચાયતના વિભાજન બાદ કાલવણ ગ્રામ પંચાયતમાં કાલવણ, પૃથ્વીપુરા,વિરેશ્વર,ધોલવાણી ગામ સમાવિષ્ટ છે.

આ 23 પંચાયતોમાં ચૂંટણી
બાલેટા, બિલડીયા, ચિત્રોડી, ચિઠોડા, ચિતરિયા, ચંદવાસા, દંતોડ, ગાડી, જાલેટી, કણાદર, કાથરોટી, કોડિયાવાડા, લીમડા, મસોતા, નાલશેરી, નવાગામ, પરવઠ, સરસવ, સારોલી, વણધોલ, વાંકડા, વસાઈ, વિજયનગર

અન્ય સમાચારો પણ છે...