પક્ષી ગણતરી:ધરોઈ જળાશયમાં પક્ષીઓની મોજણી દરમિયાન 193 જાતના યાયાવર પક્ષીઓ દેખાયાં, કુલ 25હજાર પક્ષીઓ જોવા મળ્યા

વિજયનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધરોઇ ડેમમાં બે દિવસીય પક્ષીઓની ગણતરી કરાઇ હતી. - Divya Bhaskar
ધરોઇ ડેમમાં બે દિવસીય પક્ષીઓની ગણતરી કરાઇ હતી.
  • બે દિવસ પક્ષીઓની મોજણી કરાઇ હતી, 60 પક્ષી નિરીક્ષકોએ મોજણી કરી હતી

ધરોઈ ડેમમાં વનવિભાગ સાબરકાંઠા,પક્ષી નિરિક્ષણ સંસ્થા,ગુજરાત અને એડમ નેચર રીટ્રીટના સંયુક્ત ઉપક્રમે પૂર્વ ડી.જી.પી., સી.સી.એફ.ની હાજરીમાં 60 પક્ષી નિરીક્ષકોની 17 ટુકડીઓ દ્વારા હાથ ધરાયેલ બે દિવસીય પક્ષી મોજણી દરમ્યાન 25હજાર પક્ષીઓ જોવા મળ્યા હતા.જે પૈકી 193જાતના વિવિધ યાયાવર પક્ષીઓની નોંધ કરાઇ હતી.

ધરોઈ ડેમમાં બે દિવસીય પક્ષી મોજણી રાજ્યના પૂર્વ પોલીસ વડા નિત્યાનંદન,પૂર્વ સી.સી.એફ. અને ગુજરાત પક્ષી નિરીક્ષણ સંસ્થાના જનરલ સેક્રેટરી ઉદય વોરા, જાણીતા પક્ષીવિદ ડો.બકુલ ભાઈ ત્રિવેદી,નિવૃત્ત ટીડીઓ ભાનુભાઈ અઘ્વર્યું, જિલ્લા વન અધિકારી હર્શકુમાર ઠક્કર જિલ્લા વાઈલ્ડ લાઇફ વોર્ડન મયુર રાઠોડની હાજરીમાં સમગ્ર ગુજરાત અને બોમ્બે નેચર ક્લબના સભ્યોની 17 ટુકડીઓના 60 સભ્યોએ શનિવારે સવાર થી ધરોઈ ડેમના 17 સ્થળો પર થી પક્ષીઓ ની માહિતી એકત્ર કરી હતી.

પૂર્વ ડીજીપી નિત્યાનંદને સ્પીરિટ ઓફ બર્ડિંગ ને જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. ડો.બકુલભાઈ ત્રિવેદીએ ધરોઈ ડેમની સાથે સાથે સાબરકાંઠાના વિવિધ તળાવો ,જળાશયોમાં મીડ વિન્ટર વોટર ફોલ બર્ડ સેન્સસ કરવા અનુરોધ કર્યો હતો. મયુરભાઈ રાઠોડે કહ્યું કે પક્ષી મોજણી માં પ્રાપ્ત માહિતીનું દસ્તાવેજીકરણ કરી તેને સાબરકાંઠા વન વિભાગને સોંપાશે.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં જોવા મળતું પિલ્ડ સ્ટીલ નામનું પક્ષી પ્રથમવાર ધરોઈ ડેમમાં જોવા મળ્યું
ઉદય વોરાએ જણાવ્યું કે મોજણી દરમિયાન બ્લેક નેક સ્ટોર્ક, સિંકિર મલકોહા,રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ,બાર હેડેડ ગીઝ, ગ્રીટ ક્રિસ્ટેડ ગ્રીબ,રેડ હેડેડ ફાલ્કનની સાથે સાથે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં જોવા મળતું પિલ્ડ સ્ટીલ નામનું પક્ષી સૌપ્રથમવાર ધરોઈ ડેમમાં જોવા મળ્યુ હતું. આ તમામ પક્ષીઓ મધ્ય એશિયા, સાઇબિરીયા,યુરોપમાંથી વર્ષો થી ભારતમાં આવતા ઋતુપ્રવાસી પક્ષીઓ નોંધાયા હતા. મોટા પ્રમાણમાં પ્રેટીન કોલની પ્રજાતિના પલાશ ગલ નામના પક્ષીઓ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...