તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રેનેજની સમસ્યા:ગંદકીને કારણે વિજયનગરમાં જૈન સાધ્વીના સંઘને પાટલા મૂકી દેરાસરમાં લાવવા મજબૂર

વિજયનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષથી જૈન સાધુ સંતોની આહારચર્યા બંધ, દેરાસરમાં જ આહારચર્યા કરવા ફરજ

વિજયનગરમાં મંગળવારે વિજયનગરમાં જૈન સાધ્વીજી પ.પૂ. આર્યીકા સુભૂષણમતીના સંઘનું આગમન થતાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ ગંદકીને કારણે દ્વિધામાં મુકાયા હતા અને મુખ્ય માર્ગ પરના કાદવ કીચડથી પવિત્રતા જાળવી રાખવા તેમના પગ નીચે પાટલા મુકતા જઈ દેરાસરમાં પ્રવેશ કરાવ્યો હતો.

આ ઘટનાને પગલે લાખ્ખો રૂપિયાના ખર્ચ અને સમયના વ્યય બાદ પણ તંત્રની બેદરકારી બહાર આવી હતી. સ્વચ્છતાની ગુલબાંગો વચ્ચે ગંદકીના સામ્રાજ્યની સચ્ચાઈ તંત્રની નઠોરતાનો પર્દાફાશ કરી રહી છે. આ અંગે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીએ જણાવ્યું કે ડ્રેનેજની સમસ્યાનો ઉકેલ લાવવા એક બેઠકનું આયોજન કર્યું છે.

વિજયનગરમાં અધૂરી ગટરલાઈનની કામગીરીને પગલે ગંદા પાણીના યોગ્ય નિકાલના અભાવે જાહેર રસ્તાઓ પર ગંદકીનુ સામ્રાજ્ય ફેલાતાં જૈન સાધુ સંતોની શ્રાવકોના ઘરે કરવામાં આવતી આહારચર્યા બંધ કરવી પડી છે અને શ્રાવકોએ દેરાસરમાં જ સાધુ સંતોની આહારચર્યા કરવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...