તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:લગ્ન પતાવી વિજયનગર આવતી ઇકો ખાઇમાં ખાબકતાં ચાલકની માતાનું મોત, 5 જણ ઘાયલ

વિજયનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગરના આડાખોખરા નજીક સોમવાર સાંજનો બનાવ
  • પુત્રે દાદીનું મોત થયા અંગે પિતા વિરુદ્ધ વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી

વિજયનગરના આડાખોખરા પાસે સોમવારે સાંજે જામળામાં લગ્ન પૂરા કરી વિજયનગર આવતી ઇકો ઊંડી ખાઈમાં ખાબકતાં ચાલક સહિત 6 વ્યક્તિ ઘાયલ થયા હતા. જેમાં ચાલકની માતાનું હિંમતનગર સિવિલમાં સારવારમાં મોત થતાં ચાલકના પુત્રે પોતાના પિતા સામે વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વિજયનગરના બંસીભાઈ પંકજભાઈ ભુધરાના દીકરા જનકની જાન હિંમતનગર ના જામળા ગામે ગઈ હતી. જ્યાંથી લગ્ન પૂરા કરી જનકના મામા સુરેશભાઈ જીવાજી સિંબળિયા પોતાની ઇકો નંબર જીજે 09 એયુ 1824માં તેમની માતા કંકુબેન જીવાજી ,પ્રવિણભાઇ ડાભી, ચંદુભાઈ સિંબળિયા સાથે વિજયનગર પરત આવતી વખતે આડાખોખરાની સીમમાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ઇકો ઊંડી ખાઈમાં ખાબકતાં ઇકોમાં સવાર તેમની માતા કંકુબેન જીવાજી સિંબળિયા, પ્રવિણભાઇ ડાભી, ચંદુભાઈ સિંબળિયા અને સુરેશભાઇને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં પ્રથમ વિજયનગર રેફરલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. જેમાં કંકુબેન જીવાજી સિંબળિયાના શરીરે અને માથામાં થયેલી અતિગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. બનાવ અંગે ચાલક સુરેશભાઈના પુત્ર ચિંતન સીંબળીયાએ વિજયનગર પોલીસમાં તેના પિતા સુરેશભાઈ સિંબળિયા સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...