તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાર સામે ફરિયાદ:કણાદરમાં યુવતીની મશ્કરી કરવા બાબતે તકરાર કરી

વિજયનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક સંપ થઇ ભત્રીજા, ભત્રીજીઓ, કાકા સાથે તકરાર કરતાં ગુનો નોંધાયો

વિજયનગરના કણાદરમાં યુવતીની મશ્કરી કરવા બાબતે તકરાર કરી મારી નાંખવાની ધમકીઓ આપતાં ચિઠોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

ગત 9મી જુલાઈ ને બપોરે રાવજીભાઈ ખીમજીભાઈ નિનામાની અગાસીમાંથી પાણી ટપકતું હોઈ મજૂરો દ્વારા અગાસીમાં કેમિકલ છાંટવાનું કામ ચાલતું હતું જેમાં કામ કરતા મજૂર સાથે રાવજીભાઈ ના ભાઈ સુરપાલભાઇ તેમના પત્ની સૂર્યાબેન, દિકરી મેનકી, તારા, ઉમા અને દિકરા રામરતને તમારા ઘરે કામ કરતા એક મજૂર યુવકે તાળીઓ પાડી સુરપાલભાઈ ની દીકરી ને ઈશારા કરી મશ્કરી કરતો હોવાનું જણાવી મજૂર ને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો.જે સમયે મજૂરો સાથે હાજર રાવજીભાઈ ના દિકરા કિરણે તેના કાકા સુરપાલભાઇ તેમના પત્ની સૂર્યાબેન, દિકરી મેનકી, તારા, ઉમા અને દિકરા રામરતને ઝઘડો કરવા અને અપશબ્દો બોલવાની ના પાડતાં સુરપાલભાઈ તેમની દિકરી મેનકી, તારા, ઉમા અને દિકરા રામરતને રાવજીભાઈ તેમના દિકરા કિરણ અને મજૂર યુવકને મારી નાંખવાની ધમકીઓ આપતાં રાવજીભાઈએ ચિઠોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...