તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરખાસ્ત:વિજયનગર ટેલીફોન એક્ષ્ચેન્જ નજીક સર્કલ બનાવાવા માંગણી

વિજયનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટેલીફોન એક્ષ્ચેન્જ ત્રણ રસ્તા પર સર્કલ બનાવી સરદાર પટેલની મૂર્તિ મૂકવાની દરખાસ્તનું સૂરસુરિયું થયું છે. પંચાયતે માવજત કરવા મામલે હાથ અધ્ધર કરતાં મામલો ઘોંચમાં પડ્યો હોવાનું માર્ગ અને મકાન ખાતાના ઈજનેરે જણાવ્યું હતું. વિજયનગર બાયપાસ પર વિજયનગર થી રાણી કોડિયાવાડા ને જોડતા માર્ગ અને મકાન રાજ્ય એકમ હસ્તક ના રાજ્ય ધોરીમાર્ગ પર નો ટેલીફોન એક્ષ્ચેન્જ ત્રણ રસ્તા દિન પ્રતિદિન કાળમુખો સાબિત થઇ રહ્યો છે.

જ્યાં વારંવાર અકસ્માત ના બનાવોમાં આજદિન સુધીમા 50થી વધુ જિંદગી ઓ હોમાઈ ગઈ છે. ગામલોકોએ સર્કલ બનાવવાની રજૂઆત કરતાં મામલતદાર વલવાઈ દ્વારા સર્કલ બનાવી સરદાર પટેલની પ્રતિમા મૂકવાની જાહેરાત બાદ દરખાસ્ત પણ કરાઇ હતી. આજદિન સુધી ત્રણ રસ્તા પર સર્કલ બન્યું નથી. આ અંગેમાર્ગ-મકાનના ઈજનેર એસ. એમ. પટેલે જણાવ્યું કે સર્કલ પર મૂકાનારી પ્રતિમાના માવજત બાબતે પંચાયત દ્વારા હાથ અદ્ધ કરતાં સર્કલ અને પ્રતિમા મૂકવાની યોજના મુલત્વી રહી છે.

અન્ય સમાચારો પણ છે...