તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વિજયનગરના નેલાઉ તળાવની બિનઉપયોગી કેનાલમાં પાઈપલાઈન નાખવા કે પૂરી દેવા માંગ

વિજયનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 20 વર્ષમાં 25થી વધુ પશુઓનો અને પાંચેક વ્યક્તિઓ કેનાલમાં પડી જતા ઘવાયા

વિજયનગર તાલુકાના નેલાઉ તળાવની સિંચાઈ માટે બનાવેલી કેનાલમાં ગત 20 વર્ષમાં 25થી વધુ પશુઓ અને પાંચેક વ્યક્તિઓઆ કેનાલમાં પડી જતા ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાં 15 જેટલાં પશુઓ અકાળે મોતને ભેટ્યા છે ત્યારે બિનઉપયોગી કેનાલમાં સત્વરેપાઇપ લાઈન નાંખવા અન્યથા પુરી દેવા સરપંચે જીલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે. આ અંગે વસાઈ ગ્રામ પંચાયતના સરપંચ ચંદુભાઈ ચૌહાણ, નેલાઉ પીપળા ફળીયાના રહીશ નાનસિંહ સોલંકીના જણાવ્યા અનુસાર વર્ષો અગાઉ સરકારની નાની સિંચાઈ યોજના હેઠળ અકાળ રાહત યોજના અન્વયે તળાવનું નિર્માણ કર્યું હતું.

જેમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા કેનાલ બનાવી હતી. કેનાલ બની ત્યારથી આજદિન સુધીમા પાણી સિંચાઈ માટે અપાયું નથી.કેનાલના નિર્માણથી આજદિન સુધીમાં કુલ 25થી વધુ પશુઓ અને પાંચેક વ્યક્તિઓઆ કેનાલમાં પડી જતા ગંભીર રીતે ઘાયલ થઇ છે.જેમાં 15 જેટલાં પશુઓ અકાળે મોતને ભેટ્યા છે ત્યારે બિનઉપયોગી કેનાલમાં સત્વરે પાઇપ લાઈન નાંખવા અન્યથા પુરી દેવા જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે. સાથે જ કેનાલ અંગે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાય તો અમોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.

3 દિવસમાં જ ગાય અને બળદ કેનાલમાં પડ્યા હતા
વસાઈ સરપંચ ચંદુભાઈના જણાવ્યા અનુસાર ગત ત્રણ દિવસમાં જ એક ગાય અને એક બળદ કેનાલમાં પડી જતા ગંભીર રીતે ઘાયલ થતાં મોતની રાહ જોતા દિવસ ઘણી રહ્યા છે.

સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. એસ ઓ
આ અંગે નાની સિંચાઈ યોજના ના એસઓ જયેશભાઇ ઓડનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે કેનાલ અંગેની જાણ થઇ છે. સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો