આવેદન:વિજયનગરમાં કોરોનાથી મોત થયેલા 300 મૃતકોના પરિવારને સહાય આપવા માંગ

વિજયનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃત્યુ પ્રમાણપત્રની ગાઈડલાઈન હટાવી સહાય આપવા કોંગ્રેસ દ્વારા મામ.ને આવેદન

વિજયનગર તાલુકામાં 300થી વધુ લોકો કોરોનાથી મોતને ભેટયા છે. જે મૃતકોને તાત્કાલિક સહાય આપવા વિજયનગર તાલુકા કોંગ્રેસ દ્વારા વિજયનગર મામલતદારને બુધવારે આવેદનપત્ર આપી મૃત્યુ પ્રમાણપત્ર બાબતેની સરકારી ગાઈડલાઈનમાં દરગુજર કરીને પણ મૃતકોને સહાય ચૂકવવવા માંગણી કરી હતી.

ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરીનાથી મૃત્યુ પામનાર દર્દીઓના સગાઓને 50 હજારની સહાય આપવાની જાહેરાત બાદ ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની ગામે ગામ કરેલી નોંધણી અનુસાર વિજયનગર તાલુકામાં આશરે 300 જેટલા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનું બહાર આવતા ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાલજીભાઈ નાથાજી ડામોર,તાલુકા પંચાયત વિપક્ષ ના નેતા જીવાજી સંગાથ, કાર્યકર અશોકભાઈ બોદર, મગનલાલ કટારા, પ્રકાશભાઈ ગામેતી દ્વારા કલેકટરને ઉદ્દેશીને વિજયનગર મામલતદાર માતંગકુમાર નિમાવતને બુધવારે આવેદન આપી મૃત્યુ પ્રમાણપત્ર બાબતેની સરકારી ગાઈડલાઈનમાં દરગુજર કરી પણ મૃતકોને સહાય ચૂકવવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...