વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વિજયનગર ની એમ.એચ. હાઈસ્કૂલમા જીઆઇડીસી ના ચેરમેન બળવંતસિંહજી રાજપૂત, જીલ્લા આદિજાતિ મોરચાના પ્રભારી રણજિત સિંહ પાંડોર, પૂર્વ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નટવરસિંહજી ભાટી, વિજયનગર, તાલુકા પંચાયત પ્રમુખ દિપકભાઇ નિનામા મયુરશાહ, મામલતદાર પી જી ચૌહાણ, ટીડીઓ મૌલિકકુમાર શર્માની હાજરીમાં વિજયનગર તાલુકામાં રૂપિયા 9 કરોડ ના વિકાસ ના કામો ના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને સાધન સહાય ચૂકવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા આદિજાતિ મોરચાના પ્રભારી રણજિતસિંહ પાંડોર, જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહજી રાજપૂત દ્વારા સરકારની આદિવાસી સમાજના ઉત્કર્ષ અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.