વિજયનગર તાલુકાના ચિઠોડા પોલીસની પીસીઆર વાન કોડિયાવાડા મહાદેવ મંદિર નજીક રસ્તા પરથી પસાર થતી હતી. જેને આજાણ્યા ટ્રેક્ટર ચાલકે ટક્કર મારતાં ફરિયાદ નોંધાઈ હતી. ચિઠોડા પોલીસ મથકના કોન્સ્ટેબલ સંજયભાઈ ભગોરા અને દિનેશભાઈ માવજીભાઈ પીસીઆર બોલેરો નં.જી.જે.09 જી. એ.0661 લઈને પાલ આઉટપોસ્ટથી કોડિયાવાડા બાલેટા તરફ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા અને કોડિયાવાડા મહાદેવ મંદિર નજીક રસ્તા પરથી પસાર થતા હતા.
તે સમયે બાલેટા તરફથી આવતા નંબર વગરના અજાણ્યા ટ્રેક્ટર ચાલકે બોલેરોને જમણી બાજુ ટક્કર મારતાં બોલેરોને નુકસાન થયું હતું. આ બનાવ અંગે કોન્સ્ટેબલ સંજયભાઈ ભગોરાએ ચિઠોડા પોલીસ મથકમાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.