તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:વિજયનગર ટીડીઓ વેક્સિન લીધાના આઠમા દિવસે કોરોના પોઝિટિવ

વિજયનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
તાલુકા વિકાસ અધિકારીએ કોરોના વેક્સિન લીધી હતી. - Divya Bhaskar
તાલુકા વિકાસ અધિકારીએ કોરોના વેક્સિન લીધી હતી.
 • વિજયનગર ટીડીઓ વેક્સિન લીધાના આઠમા દિવસે કોરોના પોઝિટિવ

વિજયનગર ટીડીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ એક સપ્તાહમાં શંકાસ્પદ લક્ષણો જણાતાં કોરોના ટેસ્ટ કરાવતાં સોમવારે પોઝિટિવ રિપોર્ટ આવતા તાલુકા પંચાયત કર્મચારીઓમાં નવી ચર્ચાઓ ઊભી થઈ હતી. જોકે, વેક્સિનના બે ડોઝ લીધા બાદ 45 દિવસે રોગપ્રતિકારક શક્તિ વધતી હોવાની જાગૃતિના અભાવે દહેશત પેદા થઈ હતી. કેટલાક કિસ્સામાં રસી લીધા બાદ કોરોના જેવા લક્ષણ પેદા થાય છે. પરંતુ તેનાથી કોરોના થયો તેવું માની ન શકાય તેવું જિલ્લા આરોગ્ય અિધકારીએ જણાવ્યું હતું.

કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે અને બે ડોઝ લેવા ફરજિયાત છે. તદઉપરાંત વેક્સિન લીધા પછી પણ સેનેટાઈઝેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી હોવાની પણ વેક્સિન લીધા બાદ તાકીદ કરવામાં આવે છે. વિજયનગર તાલુકા હેલ્થ ઓફિસર ડો. એસ.એમ. ચૌહાણે જણાવ્યું કે વિજયનગર ટીડીઓ મિલિંદકુમાર દવેનો સોમવારે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કોન્ટેક્ટ પર્સન ટ્રેસ કરવા શક્ય નથી સતત ફિલ્ડમાં અને તાલુકા જિલ્લા પંચાયતની મિટિંગોમાં વ્યસ્ત રહેતા હોવાથી સંક્રમિત થયા હોવા અંગે આશંકા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે 1લી ફેબ્રુઆરીએ ટીડીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

આ અંગે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલે જણાવ્યું કે વેક્સિન લીધા બાદ પણ તમામ તકેદારી રાખવાની રહી છે. પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસે બીજો ડોઝ અને 45 દિવસ જેટલો સમય વિત્યા બાદ શરીરમાં કોરોના સામે પૂર્ણ રીતે લડી શકાય તેવી રોગ પ્રતિકારક શક્તિ પેદા થાય છે. તેમણે ઉમેર્યું કે કેટલાક કિસ્સામાં રસી લીધા બાદ કોરોના જેવા લક્ષણ પેદા થાય છે. પરંતુ તેનાથી કોરોના થયો તેવું માની ન શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો