તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:લીમડા તલાટી કમ મંત્રીની જોહુકમી સામે પ્રાંતને ફરિયાદ, બદલી થવા છતાં ચાર્જ છોડવા બાબતે વિલંબ કરતાં વિકાસ કાર્યોમાં અવરોધ થયાનો આક્ષેપ

વિજયનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિજયનગરની લીમડા પંચાયતના મહિલા તલાટી કમ મંત્રી ની જોહુકમી સામે પ્રાંતને લેખિત ફરિયાદ કરાઇ છે. કેલાવા થી લીમડા બદલી થવા છતાં ચાર્જ છોડવા બાબતે વિલંબ થતાં વિકાસ કાર્યોમાં અવરોધ ઉભો થયાની આક્ષેપ કરાયો છે.

કેલાવાના ઉપસરપંચ જયંતિભાઈ અસારીના જણાવ્યા અનુસાર કેલાવાના તલાટી જયાબેન પટેલની મહિના અગાઉ લીમડા બદલી થતાં તેઓ ના સ્થાને આવેલા નવીન તલાટીને ચાર્જ સોંપવામાં અને વહીવટી અને આર્થિક લેવડદેવડ માટે સહીઓના નમૂનાની ફેરબદલી કરવામાં વિલંબ કરે છે. ખેડબ્રહ્મા પ્રાંતને કરાયેલી રજૂઆત બાબતે પ્રાંત અધિકારી એચ.યુ.શાહે જણાવ્યું કે મહિલા તલાટી કમ મંત્રીઓ વિરુદ્ધ ફરિયાદ મળી છે જેમાં વિકાસલક્ષી કામોમાં અડચણ ઉભી થાય એ સાંખી લેવાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...