કાર્યવાહી:અંગત પળોના વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં ફરિયાદ

વિજયનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ પાલના યુવકે સામે ચિઠોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી

વિજયનગર તાલુકાના એક ગામની યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી અંગત પળોનો વિડિયો ઉતારી સોશ્યલ મીડિયા પર અપલોડ કરી બદનામ કરમારા પાલ ગામ ના યુવક વિરૂદ્ધ યુવતીએ ચિઠોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિજયનગર તાલુકાના એક ગામની યુવતી દસેક માસ અગાઉ નર્સની ઇન્ટરનશીપ માટે ચિઠોડા જતી હતી.જે દરમ્યાન તેનો પરિચય ઈડરની તક્ષશિલા સોસાયટીમાં રહેતાં અને મૂળ પાલ ગામના પ્રિયાંશું સુરેશભાઈ સોલંકી સાથે થયો હતો જે બાદમાં પ્રેમસંબંધમાં ફેરવાતા પ્રિયાંશુએ યુવતી સાથે તેણીની મરજીથી તેના પાલ ગામે આવેલા મકાનમાં શારીરિક સંબંધ બાંધી તેનો ફોટો અને વીડિયો ઉતારી લીધો હતો.

જે બાદ યુવતીએ પ્રીયાંશું સાથેનો પ્રેમસંબંધ નહીં જાળવતા પ્રિયાંશુએ યુવતી સાથે પ્રેમસંબંધ પુનઃ બાંધવા ફોનથી અને રૂબરૂ મળી તેના સાથેના શારીરિક સંબંધ બાંધી તેનો ફોટો અને વીડિયોને સોશિયલ મીડિયા સાઈટ પર વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. તેમ છતાં યુવતી તાબે નહીં થતાં પ્રીયાંશુ સોલંકીએ યુવતી સાથેનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયાની ત્રણ અલગ અલગ સાઈટો પર અપલોડ કરતા યુવતીએ મંગળવારે રાત્રે પ્રિયાંશું સુરેશભાઈ સોલંકી વિરુદ્ધ ચિઠોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પ્રિયાંશું સુરેશભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...