ફરિયાદ:વિજયનગરના વણધોલમાં ચડોતરું કરી ઓરડી તોડતાં 9 વિરુદ્ધ ફરિયાદ

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે કર્મીની ઓરડી તોડી પત્ની અને પુત્રીને મારી નાખવાની ધમકી આપી
  • મકાનમાં તોડફોડ કરી 34300ની ઘરવખરીના સામાનને નુકસાન કર્યું

વિજયનગરના વણધોલમાં મંગળવાર બપોરે 9 વ્યક્તિઓએ ચડોતરું કરી ખંભાતમાં રેલવેમાં ફરજ બજાવતા શખ્સની માલિકીની જમીનમાં બાંધેલી ઓરડી તોડી પાડી મકાનમાં તોડફોડ કરી રૂ. 34,300ની ઘરવખરીના સામાનને નુકસાન પહોંચાડી માતા-પુત્રીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપનાર 9 વ્યક્તિ વિરુદ્ધ વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વણધોલના પોપટભાઈ વાલજીભાઈ કટારા ખેડાના ખંભાતમાં રેલવેમાં ફરજ બજાવે છે. જેઓએ પોતાના માલિકીના સર્વે નં. 69 માં ઓરડી બનાવી હતી. જેમાં તેમના પત્ની નયનાબેન દીકરી તૃષાલી સાથે રહેતા હતા. ગત 19મી ઓક્ટોબરના બપોરે નયનાબેન દીકરી તૃષાલી સાથે ભેંસો ચરાવતા હતા. તે સમયે રણજીતભાઈ વિરજીભાઈ કટારા, લાલજીભાઈ સાજુજી કટારા,વેચાતભાઈ નાનજીભાઈ કટારા,બચુભાઈ નાનજીભાઈ કટારા,અશોકભાઈ દલજીભાઈ કટારા,સૂકાભાઈ ખીમાભાઈ કટારા,કાનજીભાઈ નગજીભાઈ કટારા,અરવિંદભાઈ થાવરાજી કટારા,થાવરાજી સાજુજી કટારાએ હથિયાર લઈ નયનાબેન તથા દીકરી તૃષાલીને તમે આ જમીનમાં ઓરડી કેમ બનાવી છે કહી મારવા દોડતાં માતા - પુત્રી દૂર જંગલમાં જતા રહ્યા હતા.

દરમિયાન હુમલો કરનાર ટોળાએ ઓરડી ઉપર ચઢી જઈ પતરાં, લોખંડની પાઈપો, બારીઓ, દરવાજા, પ્લાસ્ટિકની ખુરશીઓ, લાકડાના ખાટલા બધું મળી રૂ. 34300 ના સામાનની તોડફોડ કરી નયનાબેનને અપશબ્દો બોલી આ જમીનમાં પાછો પગ મૂકશો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકીઓ આપતાં પોપટભાઈ કટારાની પત્ની નયનાબેને વિજયનગર પોલીસ મથકમાં 9 સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...