તપાસ:ચિઠોડા પોલીસે વાંકડાના વૃદ્ધાનું પરિવારજનો સાથે મિલન કરાવ્યું

વિજયનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિના અવસાન બાદ અસ્થિર વૃદ્ધા ઘરેથી નીકળી જતા હતા

ચિઠોડા પોલીસની શક્તિવિંગ દ્વારા ગુરુવારે ચિઠોડામાં ઠંડીમાં ઠૂંઠવાતી મળેલ વૃદ્ધાને પોલીસ મથક લાવી પૂછપરછ કરતાં આવી પતિના અવસાન બાદ માનસિક રીતે અસ્થિર વૃદ્ધા વાંકડા સ્થિત ઘરેથી અવારનવાર નીકળી જતા હતા.જેને પરિવારને સોંપાઇ હતી.ચિઠોડા પોલીસના પીએસઓ નૂતનબેન રાવતના જણાવ્યા અનુસાર ચિઠોડા પોલીસની શક્તિવિંગની ટીમ ગુરુવારે કોન્સ્ટેબલ જલ્પાબેનની આગેવાની હેઠળ રાઉન્ડમાં નીકળી હતી.

જે સમયે સાડા ચાર વાગે ચિઠોડામાં વૃદ્ધા ઠંડીમાં ઠૂંઠવાતી મળતાં જલ્પાબેન વૃદ્ધાને પોલીસ મથકમાં લાવી પૂછપરછ કરતાં વૃદ્ધાએ પોતે વાંકડાના હોવાનું જણાવતાં વાંકડામાં તપાસ કરતાં વૃદ્ધાના દીકરા ધૂળજીભાઈ પુનાજી મોડિયાએ માતાને ઓળખી લઈ તેમના પિતા પુનાજીના અવસાન બાદ માનસિક રીતે અસ્થિર થઈ જતાં ઘર થી અવારનવાર નીકળી જતા હતા. ધૂળજીભાઈ મોડિયાએ શક્તિવિંગના કાંતાબેન ડાહ્યાભાઈ, જલ્પાબેન, નૂતનબેન તેમજ પીએસઆઇ એમ. એચ.પરાડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...