સલાહ:વિજયનગર પંથકમાં ચણામાં જીવાત- રોગ પડવાની શક્યતા

વિજયનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજયનગર તાલુકામાં મોડી રાત્રે અને પરોઢિયે કમોસમી વરસાદી માહોલે ચણાનું વાવેતર કરનારા ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. તાલુકામાં બટાટાની ખેતી ને કોઈ નુકશાન નહીં થાય એવું વજેપુર કંપાના ખેડૂત અગ્રણી નટવરસિંહજી ભાટી એ જણાવ્યું હતું. તાલુકા ખેતીવાડી અધિકારી હર્ષદભાઈ પટેલના જણાવ્યા મુજબ આ માવઠા થી ઘઉં નું વાવેતર કરનાર ખેડૂતો માટે ઓરવણ બાદ પ્રથમ પિયત આપવાની હોય છે. જેમાં આ વરસાદી માહોલ ફાયદો આપનારો છે સાથે જ અન્ય કોઈ પાક હાલ કાપણી કે પાકટ અવસ્થામાં નહીં હોઈ કોઈ નુકસાન નહીં થાય ચણમાં વાદળછાયા વાતાવરણ ને લીધે રોગ અને જીવાત પડવાની શક્યતા હોઈ તે માટે ખેડૂતોએ દવા છંટકાવની માવજત કરવાની સલાહ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...