તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાલેટા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર:CC રોડ, સ્કૂલના ઓરડાં કાગળ પર બનાવ્યા, પ્રાથમિક શાળામાં પેવર બ્લોકના કામમાં 1.5 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો

વિજયનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાલેટા પંચાયત સત્તાધીશોએ સિતરા બોળ વિસ્તારમાં 5 લાખના ખર્ચે ડીપ બનાવ્યાની જે માહિતી આપી છે તે વિસ્તાર બાલેટા પંચાયતનો નહિ પણ કોડિયાવાડા પંચાયતના પીપલોટી ગામમાં આવેલો છે. - Divya Bhaskar
બાલેટા પંચાયત સત્તાધીશોએ સિતરા બોળ વિસ્તારમાં 5 લાખના ખર્ચે ડીપ બનાવ્યાની જે માહિતી આપી છે તે વિસ્તાર બાલેટા પંચાયતનો નહિ પણ કોડિયાવાડા પંચાયતના પીપલોટી ગામમાં આવેલો છે.
  • પંચાયતમાં સ્મશાનની સુવિધા માટે રજૂઆત કરવા ગયેલ ગ્રામજનોને ગ્રાન્ટ નહીં હોવાનું જણાવતાં ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા જતાં કૌભાંડ બહાર આવ્યું
  • છેલ્લા સાત વર્ષમાં તલાટી અને સરપંચોએ કામ કર્યા વગર બિલો બનાવી લાખો રૂપિયા ચાઉં કરી ગયા,

વિજયનગરની બાલેટા પંચાયતમાં સ્મશાનની સુવિધા માટે રજૂઆત કરવા ગયેલ ગ્રામજનોને ગ્રાન્ટ નહીં હોવાનું જણાવતાં રજૂઆતકર્તાઓ ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા જતાં છેલ્લા સાત વર્ષમાં તલાટી અને સરપંચોએ સીસીરોડ, હાઇસ્કૂલના ઓરડા, સંરક્ષણ દીવાલ વગેરે કાગળ પર બનાવી દોઢ કરોડનો ભ્રષ્ટાચાર કર્યાની વિગતો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

વર્ષ 2011-12 થી બાલેટા પંચાયતમાં સમાવિષ્ટ વિસ્તારમાં સી.સી રોડ, પ્રોટેક્શન વોલ અને ડીપના રસ્તા, હાઈસ્કૂલના ઓરડા, પ્રાથમિક શાળામાં પેવર બ્લોકનું કામ વગેરે અંદાજે રૂ. દોઢ કરોડના વિકાસ કામ થયા જ ન હોવા અંગે અને બિલ બનાવી દેવાયા હોવા અંગે ગ્રામજનો દ્વારા મળેલ આધિકારી માહિતીને આધારે દાવો કરાઈ રહ્યો છે. તલાટી દ્વારા આવું કંઈ થયું ન હોવાનો જવાબ અપાઈ રહ્યો છે. ગામના શિક્ષણ અગ્રણીઓ દ્વારા દસ વર્ષ અગાઉ પંચાયતને મળેલ રૂ. 20 લાખની પુરસ્કાર ગ્રાન્ટમાં સૌથી વધારે ગેરરિતી કરી નાણાંકીય ગોટાળા કર્યા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.

પંચાયતે બતાવેલ વિકાસ કામ થયા ન હોવાનો દાવો

વર્ષવિગતરીમાર્કસરકમ
2010-11હેન્ડપંપ નં 7સ્થળ બતાવ્યુ નથી3,46,000
2010-11પંચાયત ઘર સપોર્ટીગ દિવાલઅગાઉના સરપંચે કરેલ છે1,48,300
2010-11વર્ગ શાળાથી ગામેતી ફળીયાસીસીરોડ કામ થયેલ નથી2,90,000
2010-11બસ સ્ટેન્ડથી હાઇ.તરફનો રસ્તોરસ્તો થયેલ નથી1,49,130
2010-11તળાવ ફળીયા અધૂરા રસ્તાનુ કામકામ થયેલ નથી1,47,130
2010-11બસ સ્ટેન્ડથી હરીજનવાસ માર્ગરસ્તો થયેલ નથી99,000
2010-11ટાકુ ફળીયાથી વડલી તરફનોરસ્તો કામ થયુ નથી98,490
2011-12પુરસ્કાર ગ્રાન્ટકામના ઠરાવ થયા નથી20,00,000
2011-12કાન્તીલાલ બળેવીયા સીસીરોડ રસ્તો

રસ્તો બેવખત થયાની ખોટી માહીતી

98,000
2011-123 બોર 1 હેન્ડપંપકામ થયુ નથી2,07,668
2011-12નાથાજી સોમાજીના ઘરનજીકપ્રોટેક્શન વોલ કામ થયુ નથી2,97,000
2011-12સ્મશાનનુ કામઅગાઉના સરપંચે કર્યું છે1,01,500
2012-13મુખ્ય માર્ગથી પંચાયત સીસીરોડઅગાઉના વર્ષોમાં કામ થયુ50,000
2012-13વિજયકુમાર નાથાજીના ઘરસુધીસીસીરોડ કામ થયુ નથી50,000
2012-13હરિજન વાસ સુધીનો સીસીરોડકામ થયુ નથી50,000
2012-13નાથાજી સોમાજીના ઘર સુધીનોરસ્તો કામ થયુ નથી50,000
2012-13મનોજ બદાજીના ઘર સુધીનો સીસીરોડરસ્તો થયો નથી50,000
2012-13જશવંતભાઇના ઘર સુધીનો રસ્તોસીસીરોડ થયો નથી50,000
2012-13સીંબલીયા કીરીટભાઇના ઘર સુધીનો રસ્તોબેવાર ખર્ચ પડાયો છે1,00,000
2013-14ઘાંટીથી લીમડા સુધીનો રસ્તોસીસીરોડ થયો નથી50,000
2013-14દીલીપ રામજીના ઘર સુધીનો રસ્તોસીસીરોડ થયો નથી50,000
2013-14બચુભાઇ જીવાજીના ઘર તરફનો રસ્તોસીસીરોડ થયો નથી50,000
2013-14

પ્રાથમિક શાળાને જોડતો ડીપ અને હોળી ફળીયામાં ગરનાળાનુ કામ

બંનેકામ થયા નથી3,40,426
2013-14કોમ્યુનીટી હોલનુ રીપેરીંગશંકાસ્પદ45,000
2013-14તળીયાનુ કામબીલ સાથે મેળવવુ90,000
2013-14વડલી સુધીનો સીસીરોડકામ થયુ નથી50,000
2013-14હાઇસ્કૂલના ઓરડાનુ કામકામ થયુ નથી173048
2013-14

મુકેશ મંગળાજી અને દિલીપ રામજી ગામેતીના ઘર તરફનો રસ્તો

સીસીરોડ થયો નથી4,85,000
2016-17

નાથુલાલજીના છેડા પર ગરનાળાનુ કામ

કામ થયુ નથી335608
2016-17તળાવ ફળીયામાં ડીપનુ કામકામ થયુ નથી70870
2016-17

અશોક બદાજી અને ઓગસ્ટીન ખરાડીનો બોર

રકમ ખોટી1,94,000
2016-17

પ્રા.શાળા સુધી જતા રોડ પર અને વર્ગ શાળા તરફ જતા ગરનાળાનુ કામ

બેવાર બતાવ્યુ4,36,054
2016-17પંચાયત ઘરનું રંગરોગાન--55,000
2016-17તળાવ ફળીયા તરફ ડીપનુ કામકામ થયુ નથી6,83,900
2016-17

મણીલાલ ખરાડીના ઘર તરફ જતો સીસીરોડ

ખોટુ7,51,358
2016-17પ્રા.શાળા -1 માં પેવર બ્લોકનુ કામસરકારે કરેલ છે1,40,560
2016-17ચેકડેમથી દેવચોક મંદિર સીસીરોડબેવાર એન્ટ્રી2,00,000
2016-17સકરાજી બદાજીના ઘર તરફ રસ્તોસીસીરોડ થયો નથી3,00,000
2016-17કટારા ફળીયા તરફ રસ્તોસીસીરોડ થયો નથી1,00,000

વિજયનગર કોડિયાવાડા ભિલોડા મુખ્ય માર્ગના ટોકું ફળિયા થી વડલી તરફ ના રસ્તા માટે વર્ષ 2010-11માં રૂ.98490અને વર્ષ 2013-14માં રૂ 50000 માં સી સી રસ્તો બનાવવમાં આવ્યાનું જણાવાયું છે જયાં રસ્તો જ નહીં બન્યો હોવાની આ તસવીર જણાવી રહી છે.

તલાટીએ તમામ આક્ષેપોને ફગાવી દીધા
તલાટી રોશનીબેન પંચાલે જણાવ્યું કે અમોએ કોઇ પ્રકારનો ભ્રષ્ટાચાર કર્યો નથી બધા જ આક્ષેપો ખોટા છે.

અમારી સામેના આક્ષેપો પાયાવિહોણા છે
મારા પાંચ વર્ષના કાર્યકાળમાં કે વર્તમાન સરપંચ સરલાબેનના કાર્યકાળ માં કોઈજ ભ્રષ્ટાચાર નથી થયો અમારા સામેના આરોપ તદ્દન પાયાવિહોણા છે તેવું લક્ષ્મણભાઈ સોમાજી ગામેતી ભૂતપૂર્વ સરપંચ બાલેટા, પંચાયતે જણાવ્યું હતું.

બાલેટા ગ્રામપંચાયતના તલાટી દ્વારા ગામેતી મનોજભાઈ રૂપાજીના જણાવ્યા અનુસાર જૂના ઘરથી મારા હાલના ઘર સુધીના રસ્તાનું સીસી કામ થયેલું જણાવ્યું છે તે કામ થયું જ નથી.તે હકીકત દર્શાવતી તસવીર }બિપીન નગારચી

આ રીતે કૌભાંડ પકડાયું :- પં.ને પુરસ્કાર મળ્યાની વાત બહાર આવતાં આખો મામલો બહાર આવ્યો
કેન્દ્ર સરકાર દ્વારા બાલેટા ગ્રા.પં.ને રૂ. 20 લાખનો પુરસ્કાર તત્કાલીન સરપંચ વસંતાબેન ગામેતીના કાર્યકાળમાં મળ્યો હોવાની વાત બહાર આવતાં ગામમાં વિકાસના કોઈ કામ થયા ન હોવાથી શિક્ષિત લોકોએ તલાટી સાથે પૂછપરછ કરતાં સરકારની આવી કોઈ ગ્રાન્ટ આવતી ન હોવાનું જણાવતાં ટીડીઓને પૂછતાં ટીડીઓએ બાલેટા પં.ના ખાતામાં રૂ.16.40 લાખ હોવાનું જણાવતા ચોંકી ઉઠેલા ગ્રામજનોએ છેલ્લા દસ વર્ષની વિકાસ કામોની માહિતી માંગતા જુદા જુદા વિભાગો દ્વારા અઢી કરોડની ગ્રાન્ટ ફાળવાઇ હોવાનું જાણવા મળ્યું હતું અને એક-એક કામની ચકાસણી કરતા અંદાજે દોઢ કરોડનો ભ્રષ્ટાચાર થયાની આશંકા સાથે ગ્રામજનો હવે તપાસની માંગ કરી રહ્યા છે.

રજૂઆતકર્તાઓને કેસમાં ફસાવવાની ધમકી મળી

હાલ સ્થળ પર ધૂળીયો માર્ગ છે
વિજયનગર કોડીયાવાડા માર્ગ થી વડલી ફળીયાને જોડતો સીસીરોડ બનાવાયાનું પંચાયત સત્તાધીશો જણાવી રહ્યા છે પરંતુ હાલ સ્થળ પર ધૂળીયો માર્ગ જ છે. - નરેશભાઈ સુમંતભાઈ કટારા, ક્લાર્ક બાલેટા હાઇસ્કૂલ

ડીપનો ખોટો ખર્ચ બતાવ્યો છે
સીતરા બોળ વિસ્તારમાં પાંચ લાખના ખર્ચે ડીપ બનાવ્યાનું પંચાયતના ચોપડે બોલે છે પરંતુ આ વિસ્તાર બાલેટા પંચાયતનો નહીં કોડીયાવાડા પંચાયતના પીપલોટી ગામનો છે ખોટો ખર્ચ બતાવ્યો છે. - થીઓફિલ યાકૂબભાઈ ગામેતી , પ્રા.શિક્ષક ભાંખરા હાઇસ્કૂલ

​​​​​​​

કામ સ્થળ પર જોવા મળતું નથી
મારા જૂના ઘરથી હાલના નવા ઘર સુધી સીસીરોડનું કામ થયાનું પંચાયતમાં નોંધાયું છે જે કામ સ્થળ પર જોવા મળતું નથી. - મનોજભાઈ રૂપાજી ગામેતી , નિવૃત એજીએમ આરબીઆઈ

આક્ષેપ : મહિલા તલાટીએ પોલીસ ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપ્યાનો ગંભીર આક્ષેપ
બાલેટામાં સરપંચના પતિ ક્લાર્ક છે અને બધો વહીવટ તેમના ઇશારે થતો હોવાની ચર્ચા છે. તલાટી રોશનીબેને તેમના ફરજકાળ દરમિયાન સૌથી વધુ નોકરી બાલેટા, મસોતા અને પુરવઠામાં કરી છે. જિલ્લા નિવૃત્ત સૈનિક મંડળના પ્રમુખ દીતાજી ભૂરજી ખતાત અને અળખાજી કાવાજી ગામેતીએ જણાવ્યુ કે કૌભાંડની તલાટી રોશનીબેન સમક્ષ માહિતી માંગતા બંને સામે પોલીસ ફરિયાદ કરી ફસાવવાની ધમકી આપી તેમના ભાઇ મોડાસામાં પીઆઇ હોવાનો રોફ બતાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...