ક્રાઇમ:વિજયનગરના વસાઈમાં જમીનની તકરારમાં ચાર શખ્સો પર કુહાડી અને ધારિયાથી હુમલો

વિજયનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગર પોલીસ મથકમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

વિજયનગરના વસાઈમાં રવિવારે જમીનની તકરારમાં 4 શખ્સો પર કુહાડી, ધારિયા અને લાકડી જેવા હથિયારોથી જીવલેણ હુમલો કરતાં ચાર વિરુદ્ધ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. વસાઈના દલપતસિંહ નવલસિંહ સોલંકી અને તેમના જ પરિવારના હિંમતસિંહ ગુલાબસિંહ સોલંકી વચ્ચે જમીનની બાબતની તકરાર ચાલતી હતી.

જેમાં રવિવારે સવારે હિંમતસિંહ ગુલાબસિંહ સોલંકી, મનહરભાઈ નાનજી સોલંકી તેના ભાઈ મોહનભાઇ નાનજી સોલંકી અને રાજસ્થાનના સરવનના પંકજસિંહ પ્રતાપસિંહ સિસોદીયાએ દલપતસિંહ ને તેમની પત્ની સુરજબેન અને ભાઈ સુરપાલસિંહ તથા પિતરાઈ ભાઈ રમણસિંહ અનારસિંહ સોલંકી સાથે તકરાર કરી જમીનમાં જતા રોકીને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં દલાપતસિંહે અપશબ્દો બોલવા ની ના પાડતાં હિંમતસિહે દલપતસિંહના માથામાં લાકડી મારી હતી તથા મનહરભાઈએ કુહાડી થી ગંભીર ઈજાઓ કરતાં દલપતસિંહનો ભાઈ સુરપાલ બચાવવા વચ્ચે પડતાં મોહનભાઇ નાનજી સોલંકીએ સુરપાલસિંહના માથામાં ધારિયું મારી દીધું હતું .

જ્યારે પંકજસિંહ પ્રતાપસિંહ સિસોદીયાએ સુરજબેનને લાકડીઓ વડે મારતાં દલપતસિંહનો પિતરાઈ ભાઈ રમણભાઈ છોડાવવા દોડી આવતાં પંકજસિંહે લાકડીઓ અને ધારિયા વડે હુમલો કરતાં ગંભીર ઈજાઓ પહોંચાડતા ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હતા. દલાપતસિંહે હિમતસિંહ ગુલાબસિંહ સોલંકી,મનહરભાઈ નાનજી સોલંકી,તેના ભાઈ મોહનભાઇ નાનજી સોલંકી અને રાજસ્થાનના સરવન ગામના પંકજસિંહ પ્રતાપસિંહ સિસોદીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...