હુમલો:વિજયનગર વણજ ગામમાં ગરબા રમવાની તકરારમાં યુવક પર હુમલો

વિજયનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક ખેતરમાંથી ઘરે જતો હતો તે વખતે 4 જણાં પાઇપ લઇ તૂટી પડ્યા

વિજયનગરના વણજમાં નવરાત્રિમાં ગરબા રમવા બાબતની તકરારમાં યુવક પર લોખંડની પાઈપથી હુમલો કરનાર ચાર સામે વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. વણજનો વિષ્ણુભાઈ રમેશભાઈ સડાત ગત 10.02.2022 ના રોજ તેના ખેતરમાં ઢોર ઘૂસી જતાં ઢોર કાઢવા ગયો હતો.જ્યાંથી સાંજે પરત આવતો હતો તે વખતે વણજના સંજય લક્ષ્મણભાઈ સડાત, અજય જયંતીભાઈ સડાત, સારોલીના સંદીપ કમજીભાઈ મોડિયાં અને તેના ભાઈ ચિરાગે તે નવરાત્રિમાં અમને ગરબા રમવા ની કેમ ના પાડી હતી તેમ કહી અપશબ્દો બોલી તકરાર કરી વિષ્ણુભાઈ સાથે ગડદાપાટુનો મારમારી લોખંડની પાઈપથી હુમલો કરી દીધો હતો.

જ્યારે સંદીપ કમજીભાઈ મોડિયાં અને તેના ભાઈ ચિરાગે વિષ્ણુભાઈ ને લાકડીઓથી મારમારતાં વિષ્ણુભાઈએ બૂમાબૂમ કરતા રસ્તા પરથી પસાર થતાં જગદીશભાઈ ડામોર દોડી આવતા સંજય લક્ષ્મણભાઈ સડાત , અજય જયંતી ભાઈ સડાત, સંદીપ કમજીભાઈ મોડિયાં અને તેના ભાઈ ચિરાગ ચારેય જણાં જાન થી મારી નાખવાની ધમકીઓ આપી ભાગી ગયા હતા. વિષ્ણુભાઈને 108માં વિજયનગર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હિંમતનગરની સિવિલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે વિષ્ણુભાઈના ભાઈ કિશોર સડાતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...