તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ચિઠોડામાં બે બાઈક સામસામે ટકરાતાં ઇટાવડી ગામના યુવાનનું મોત

વિજયનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અન્ય બંને બાઈક સવારોને ગંભીર ઈજા થતાં હિંમતનગર ખસેડાયા
 • ઈટાવડીનું દંપતી પેટ્રોલ પુરાવી બજાર તરફ જતાં અકસ્માત

વિજયનગર તાલુકાના ચિઠોડા ગામે સોમવારે વિજયનગર ભિલોડા બાયપાસ પર આવેલા પેટ્રોલ પંપ નજીક બે બાઈક સામસામે ટકરાતાં ઇટાવડીના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની પત્નીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય બાઈક પર સવાર બિલડીયા ગામના બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા. જે અંગે ચિઠોડા પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિજયનગર તાલુકાના ઈટાવડી ગામના વિશ્રામભાઈ કાનજીભાઈ લીંબાત સોમવારે તેમની પત્ની કૈલાશબેન સાથે મોટરસાયકલ નંબર જીજે 09સીએ 7714પર ચિઠોડા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવી ચિઠોડા બજાર તરફ જતા હતા જે સમયે ચિઠોડાથી પરવઠ તરફ જતી મોટર સાયકલ નંબર જીજે 09ડી એફ 5003 09સીએ 7714 સાથે અકસ્માત થતાં વિશ્રામભાઈ લિંબાતને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બિલડીયાના મોટર સાયકલ સવારો ધોનભાઈ દિલીપ બોડાત અને રુંદવાભાઈ પુનાજી બોટાતને ગંભીર ઈજાઓ પહોંચતા બંન્ને યુવકોને સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા. જે અંગે ચિઠોડા પોલીસ મથકનો સંપર્ક સાધતાં પીએસઓ નૂતાબેન રાવતે ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ લખાય છે ત્યાં સુધી ફરિયાદ નહીં નોંધાઈ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો