નુકશાન:વિજયનગરના ગાડી ગામમાં મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ

વિજયનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં રહેલો સામાન, અનાજ, હૂસલ બળી જતાં નુકશાન

વિજયનગર તાલુકાના ગાડી ગામે ગત તા 27/05/2020ની મધરાત્રે એક ઘરમાં અચાનક આગ લગતા ઘરવખરી અનાજ અને પશુઓ માટેનું ઘઉંનું હુસલ બળી જતાં મકાન માલિકને નુકસાન થયું હતું. ગાડી ગામના નિનામા બાબુભાઈ દીતાજી અમદાવાદ ખાતે તેઓના પરિવાર સાથે રહે છે. વતનમાં તેમની મા અને નાની બહેન રહે છે. ગત તા 27/05/2020 ની મધરાત્રે મા દીકરી ઘરની બહાર સુતા હતા.

ત્યારે  રાત્રે  લગભગ 3:00 વાગ્યાની આસપાસ  અગમ્ય કારણોસર ઘરમાં આગ લાગી હતી. જેથી બાબુભાઇના બા અને બહેને બુમાબુમ કરતાં   આજુબાજુના પડોશીઓ  દોડી આવ્યા હતા.પરંતુ જોતજોતામાં ઘરના પાછળનો ભાગ આગની લપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો. જેમાં ઘરમાં રહેલ તમામ ઘરવખરીનો સામાન,  ઘઉં, ડાંગર તથા હૂસલ બળી જતાં  ભારે નુકશાન થયુ હતું છે. આ ઘટના ની જાણ અમદાવાદ રહેતા બાબુભાઈને થતા દોડી આવ્યાને તલાટી સંદીપભાઈ પટેલને જાણ કરતા તેઓ ઘટનાસ્થળની મુલાકાત લઇ પંચનામુ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...