કાર્યવાહી:ખોખરાની સગીરાને ભગાડી જનારા બે વિરુદ્ધ ગુનો નોંધાયો

વિજયનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાએથી પરત ન આવતાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી

વિજયનગરના ખોખરાની સગીરાને અજાણ્યો શખ્સ ભગાડી ગયો હોવા અંગે અને ભગાડી જવામાં લીમડા ઈકોના ચાલકે મદદ કરી હોવાનું માલૂમ પડતાં ફરિયાદ નોંધાવી હતી. ખોખરાની સગીરા વિજયનગરની શાળામાં ધો. 12માં ભણે છે. જે ગત 30મી. તારીખે સવારે 10 વાગ્યે નિશાળે ગઈ હતી અને સાંજે ઘરે પરત ન ફરતાં તેના પિતાએ તપાસ કરી હતી પણ કોઈ ભાળ ન મળતાં મોબાઈલની કોલ ડિટેઇલ આધારે મોબાઈલ પર ફોન કરતા મોબાઈલ લીમડાના ઈકો નં. જી.જે-09-1108 ના માલિક જીગર રાવજી ભાઈ પાંડોરનો હોવાનું માલૂમ પડ્યુ હતું.

આ અંગે સગીરા ના પિતાએ જીગરને ફોન કરતા તેણે સગીરાના પિતાને તમારી છોકરી 12 કલાક સુધી મારી ગાડી માં જ હતી તેમ કહી તમારી છોકરીને કોણ ભગાડી ગયું છે અને તે ક્યાં છે તે તમને જણાવવાનો નથી અને તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો તેમ કહી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

સગીરાના પિતાએ લીમડા જઈ જીગર ના પિતા રાવજીભાઈને મળી ને પોતાની દીકરી અંગે માહિતી મેળવવાની કોશીશ કરવા છતાં જીગર કે તેના પિતાએ કોઈ મદદ નહીં કરી માહિતી ન આપતાં સગીરાના પિતાએ સોમવારે રાત્રે સગીરાને ભગાડી જનાર અજાણ્યા શખ્સ અને તેને ભગાડી જવામાં મદદ કરનાર લીમડાના જીગર પાંડોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...