તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ઓલાનમહુડા-કેલાવા વચ્ચે નદી પર ડીપ ના બનાવતાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

વિજયનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડીપની જગ્યાએ દીવાલ બનાવતાં ગ્રામજનોમાં ઉગ્ર રોષ

વિજયનગરના ઓલાનમહુડા કેલાવા વચ્ચે હરણાવ નદી પર ડીપ બનાવવાની માંગણી છતાં ડીપનું કામ ન કરીને પૂર નિયંત્રણ દીવાલ બનાવવાની કામગીરી હાથ ધરાતાં ગામલોકો મુખ્ય ચૂંટણી કમિશ્નરને લેખિત રજૂઆત કરી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય લીધો છે.

ઓલાનમહુડાના આગેવાનો બાબુભાઇ કરોવા, દિનેશભાઇ ડામોર, દિલીપભાઈ અસારી સહિતે મુખ્ય ચૂંટણી કમિશ્નરને કરેલી લેખિત રજૂઆત અનુસાર ઓલાંનમહુડા કેલાવા વચ્ચે હરણાવ નદી પર ડીપ બનાવવાની માંગણી છતાં આરએન્ડબીના નાયબ ઈજનેર આઇ.કે.,એસ ઓએસ. વી. પટેલ અને કેલાવાના સરપંચ શાંતાબેન કાંતિલાલ ડામોરની મિલીભગત કરી નદી પર ડીપ બનાવવાનું કામ મંજૂર થયું હોવા છતાં ડીપનું કામ નહીં કરીને નદી કાંઠેપૂર નિયંત્રણ દીવાલ બનાવવાની કામગીરી હાથ ધરતાં મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી મામલતદાર, ટીડીઓને રજૂઆત કરી હતી. કાર્યવાહી ન કરતાં ગ્રામજનોએચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો