તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાણી બોર્ડર પરથી આયસરમાં ચોરખાનું બનાવી સંતાડેલો 8 લાખનો દારૂ ઝડપાયો

વિજયનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગર પોલીસે 13 લાખના મુદ્દામાલ સાથે હરિયાણાના શખ્સને ઝડપ્યો

વિજયનગર પોલીસે ગુજરાતને રાજસ્થાનથી જોડતી રાણી બોર્ડર પરથી આયસર ટ્રકમાં ગુજરાતમાં ઘુસાડાતો 1248 બોટલનો ભારતીય બનાવટનો રૂ.7,96,800 ની વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં આયસર ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂને અમદાવાદ પહોંચાડવાનો હતો. જેમાં હરિયાણાના શખ્સને ઝડપી લઈ વિદેશી દારૂ, ટ્રક અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.13,01,800નો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલક વિરુદ્ધ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે વિજયનગર પીએસઆઇ જે જે ચાવડાના જણાવ્યા અનુસાર વિજયનગર પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ ગજેન્દ્રભાઈ કચરાભાઈ પટેલ, કલ્પેશભાઈ મોહનભાઇ તથા વિજયભાઈ રામજીભાઈ ડામોરને મંગળવારે મળેલી બાતમી અનુસાર ગુજરાતને રાજસ્થાનથી જોડતી રાણી બોર્ડર પરથી બાતમી આધારે રાણી બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

જેમાં બાતમી મુજબની લાલ કલરની આયસર ટ્રક નંબર DL-1-LR 9531 ટ્રક ખેરવાડા તરફથી આવતા પોલીસે તેને અટકાવી ચાલકનું નામ પૂછી તલાશી લેતા ટ્રક ચાલક સહદેવ રામનિવાસ કપ્તાનસિંહ જાટ, રહે. એસોંદા પોસ્ટમાં ચોરખાનું બનાવી 1248 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જે અંગે પોલીસે વિદેશી દારૂ, ટ્રક અને મોબાઈલ ફોન મળી કુલ કુલ રૂ.13,01,800નો મુદ્દામાલનો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલક વિરુદ્ધ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...