તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વિજયનગરના લાદીવાડા નજીક કાર-ડમ્પર ટકરાતાં બાળકી સહિત 5 ઘાયલ

વિજયનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડબ્રહ્માના આગિયાના પરિવારને ઉદયપુર જતા અકસ્માત
 • ડમ્પર ચાલક છૂ, બાળકીને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડી

વિજયનગરના લાદીવાડા પાસે રવિવારે સવારે ખેડબ્રહ્માના આગિયાનો પરિવાર રાજસ્થાન જતો હતો ત્યારે ડમ્પરે કારને ટક્કર મારતાં કારમાં સવાર બાળકી સહિત પાંચ જણા ઘાયલ થયા હતા. બાળકીને વધુ ઇજાઓ થવાથી અમદાવાદ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ અંગે વિજયનગર પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ અંગે વિજયનગર પોલીસ મથકના પીએસઓ વિષ્નુસિંહના જણાવ્યા અનુસાર ખેડબ્રહ્માના આગિયાના મનોજસિંહ નારાયણસિંહ વાઘેલા રવિવારે સવારે પોતાની વેગન આર કાર નંબર જીજે 18એ એચ 3128માં પિતા નારણસિંહ, માતા પ્રેમાબા પત્ની પારુલબા દીકરી આકાંક્ષાબા સાથે ઉદયપુર જવા નીકળ્યા હતા. જે સમયે સવારે સાડા સાત વાગ્યાના સુમારે લાદીવાડા નજીક અન્દ્રોખા આશ્રમ તરફથી આવતા ડમ્પર નં. જીજે 08એયુ 3803ના ચાલકે કારને ટક્કર મારતા કારમાં સવાર પાંચ જણા ઘાયલ થયા હતા. અકસ્માત કરી ડમ્પર ચાલક ડમ્પર મૂકી ભાગી છૂટ્યો હતો. ઘાયલોને સારવાર માટે ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડાયા હતા. જેમાં આકાંક્ષાને વધુ ગંભીર ઈજાઓ પંહોચતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાઇ હતી. આ અંગે પારુલબા મનોજસિંહ વાઘેલાએ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો