વિજયનગર તાલુકાના 19 ગામોમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરાઇ છે. તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વધુ માં વધુ ગામોમાં સંપૂર્ણ રસીકરણ કરવા માટે પ્રયત્નો હાથ ધરાયા હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી એ જણાવ્યું હતું. તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વધુમાં વધુ ગામો માં સંપૂર્ણ રસીકરણ કરવા માટે પ્રયત્નો હાથ ધરાયા છે. જેમાં તાલુકાના 19 ગામોમાં 100 ટકા રસીકરણ ની કામગીરી પૂર્ણ કરાઇ હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એસ.એમ.ચૌહાણે જણાવ્યું હતું.
જેમાં આતરસુંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પંચવટી કંપા, પ્રતાપગઢ કંપા, ચિઠોડા આરોગ્ય કેન્દ્રના પાલ, બોઘાપાડા, ગરાડા, લક્ષ્મણપુરા, કણાદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ચિભડીયા, સરદારનગર, ચામઠણ, દંતોડ, કોડિયાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ખરોલ,કુંડોલ, ગોડવાડા, પીપલોટી, સરસવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાંથારિયા, ટિંટારણ, ઓલાનમહુડા, રાજુપુર, નવાઘરામાં 100 ટકા રસીકરણ ની કામગીરી પૂર્ણ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.