તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસનું ભંગાણ:વડાલી તા.પં. પ્રમુખ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા

વડાલી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તા.પં.ની થેરાસણા બેઠકમાં બે મેન્ડેટ બાબતે વિવાદ થતાં કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું

વડાલી તાલુકા પંચાયતના કોંગ્રેસનાપ્રમુખ વિજયભાઈ પટેલ થેરાસણા બેઠક માટે બે મેન્ડેટ બાબતે વિવાદમાં સપડાતાં કોંગ્રેસના સભ્યપદેથી તેમજ તમામ હોદ્દાપરથી પ્રદેશ પ્રમુખને રાજીનામુ આપી દીધુ હતું અને જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે કેસરીઓ ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા.

વડાલીના થુરાવાસના વિજયભાઈ માધાભાઈ પટેલ 20 વર્ષથી રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરે છે. જેઓએ થેરાસણા બેઠક માટે પોતાની દાવેદારી દાખવી હતી. જે બેઠક અન્યને ફાળવતા બે મેન્ડેટ બાબતે તેઓ વિવાદમાં સોમવારે વિવાદમાં સપડાતા તેમને શો કોઝ નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરવા જણાવતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મંગળવારે સભ્યપદેથી તેમજ તમામ હોદ્દાપરથી રાજીનામું આપી દીધુ હતું. ગણતરીના કલાકોમાં તેઓએ જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી પટેલ, ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ બારોટની હાજરીમાં ભગવો ધારણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો