તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારમાર્યો:કંજેલીની યુવતીને ભગાડી જનારો યુવક ગામમાં આવતાં થાંભલે બાંધી ફટકાર્યો

વડાલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીના પરિવારે બંનેને પકડી લાવી યુવતીના લગ્ન થાય ત્યાં સુધી યુવકે ગામમાં આવવું નહીં ની શરત મૂકી હતી, ચાર વિરુદ્ધ ફરિયાદ

વડાલીના કંજેલીની યુવતીને ભગાડી જનાર યુવક ગામમાં આવતાં યુવતીના પરિવારજનોએ યુવકને થાંભલેથી બાંધી મારમારતાં વડાલી પોલીસમાં 4 સામે ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કંજેલીનો નરસિંહભાઇ ચેનવા ગામની જ યુવતી ભગાડી લઇ ગયા બાદ યુવતીના પરિવારજનોએ પકડી લઇ આવી સમાજના રીતરિવાજ મુજબ સમાધાન કર્યું હતું. જેમાં યુવતીના લગ્ન થાય ત્યાં સુધી નરસિંહભાઇને ગામમાં આવવું નહિ તેમજ રૂ. 50 હજારનો દંડ કર્યો હતો ત્યારબાદ યુવતીના લગ્ન થઇ ગયા હતા અને તા.10-07-21 ના રોજ નરસિંહભાઇ ગામમાં આવ્યો હતો અને ગામમાં દુકાન આગળ ઉભો હતો.

ત્યારે યુવતીના પિતા દશરથભાઈ જેઠાભાઈ ચેનવા, ગોવિંદભાઈ ભીખાભાઈ, સેંધાભાઇ જેઠાભાઇ અને લક્ષ્મણભાઈ કાનાભાઇ ચેનવાએ પકડીને થાંભલા સાથે બાંધી દીધો હતો અને ગામમાં કેમ આવ્યો છે કહી મારમારી ગોવિંદભાઇએ કુહાડીનો હાથો અને સેંધાભાઇ કોદાળીનો હાથો નરસિંહભાઈને મોઢા પર મારી દીધો હતો. દરમિયાન નરસિંહભાઈના પરિવારજનો દોડી આવ્યા હતા અને નરસિંહભાઇને સારવાર અર્થે ખસેડ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...