તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:વડાલીના કોદરેલીના યુવકને પત્ની સાથે મનમેળ ન રહેતાં કૂવામાં ઝંપલાવી દીધું

વડાલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવકની લાશ કૂવામાંથી મળતાં ચકચાર મચી જવા પામી હતી. - Divya Bhaskar
યુવકની લાશ કૂવામાંથી મળતાં ચકચાર મચી જવા પામી હતી.
  • છેલ્લા કેટલાય સમયથી પત્ની સાથે મનમેળ ન આવતાં લાગી આવતાં પગલું ભર્યું

વડાલી તાલુકાના કોદરેલી ગામના યુવકને પત્ની સાથે મનમેળ ન રહેતા લાગી આવતાં મંગળવારે સવારે ગામતળમાં આવેલ કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વડાલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કોદરેલીમાં જગદીશકુમાર બાબુજી ઠાકરડા ઉ.વ.35 વસવાટ કરે છે. છેલ્લા કેટલાક સમયથી તેમને પત્ની સાથે મનમેળ ન રહેતાં મનમાં લાગી આવતા ગામતળમાં આવેલ કૂવામાં મંગળવારે સવારે કૂદી પડ્યા હતા અને પાણી પી જતાં કરૂણ મોત નિપજ્યું હતુ.

ઘટનાને પગલે ગામમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ વડાલી પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. યુવકના મોતને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યુ હતુ. બનાવ અંગે પ્રતાપજી હીરાજી ઠાકરડાએ વડાલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...