તપાસ:વડાલી નગર પાલિકા ઉપપ્રમુખના ખાતામાં PMAનો ત્રીજો હપ્તો જમા થયો

વડાલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ બે હપ્તા પરત જમા કરાવવાનો નિર્ણય લેવાયો હતો અને રૂ.1.70 લાખ જમા થયા !

વડાલી નગર પાલિકાના ઉપપ્રમુખ અને પાલિકા કાઉન્સીલરે આર્થિક રીતે સધ્ધર હોવા છતાં પીએમ આવાસ યોજનાનો લાભ લીધો હોવાના પ્રકરણમાં તપાસ ઉભી થયા બાદ બે હપ્તા પરત જમા કરાવવા જે તે સમયે નિર્ણય લેવાયા બાદ તાજેતરમાં પાલિકા ઉપપ્રમુખના ખાતામાં તાજેતરમાં ત્રીજો હપ્તો જમા થતા અંધેર વહીવટનો અનુભવ થયો છે અને ભષ્ટ્રાચાર કેટલી હદે પાંગર્યો છે તેનો પણ પર્દાફાશ થયો છે. કાન્સિલરના ખાતામાં ત્રીજો હપ્તો જમા થયો છે કે નહીં તેની સ્પષ્ટતા થઈ શકી નથી

પાલિકાના વહીવટકર્તાઓ સામે અવાર નવાર બૂમ ઉભી થાય છે ત્યારે પાલિકા ઉપપ્રમુખ જીતુભાઇ નાથાભાઇ પટેલ અને શહેર ભાજપ પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા તથા પાલિકાના કાઉન્સીલર નારાયણભાઇ ડાહ્યાભાઇ સગર આર્થિક રીતે સક્ષમ હોવા છતાં પીએમ આવાસ યોજનાનો ખોટી રીતે લાભ લીધો હોવા અંગે પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતા તા.15/11/21 ના રોજ પ્રાદેશિક કમીશ્નર કચેરીમાં રજૂઆત કરતા પાલિકા ચીફ ઓફિસરે તપાસ અહેવાલ રજૂ કરવા સૂચના અપાઇ હતી.

સમગ્ર પ્રકરણ બહાર આવતા જે તે સમયે પીએમ આવાસ યોજનાના પ્રથમ બે હપ્તાની રકમ જીતુભાઇ અને નારાયણભાઇ દ્વારા સરકારમાં પરત જમા કરાવવા નો નિર્ણય લેવાયો હતો અને માંડ માંડ મામલો થાળે પડ્યો હતો. બે હપ્તા પરત જમા કરાવવાની વાત તો દૂર રહી પરંતુ તાજેતરમાં જીતુભાઇ પટેલના ખાતામાં રૂ.1 લાખ અને રૂ.70 હજાર મળી કુલ રૂ.1.70 લાખનો ત્રીજો હપ્તો જમા થતા ભ્રષ્ટાચાર અને અંધેર વહીવટની ચરમ સીમારૂપ બીના બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે જીતુભાઇ પટેલનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ કે પ્રાદેશિક કચેરીમાં લખાણે આપી દીધુ છે, તમારી પાસે કોપી આવી છે ? કાલે રૂબરૂ મળજો કહી વાત ટૂંકાવી લીધી હતી. જ્યારે આ અંગે વડાલી મામલતદારનો સંપર્ક કરતા તેમણે વાત કરવાનુ ટાળ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...