તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરીનો પ્રયાસ:માલપુરમાં ટ્રેક્ટર ચોરવા આવેલા ચોરો CCTVમાં કેદ, ટ્રેક્ટર માલિક જાગી જતાં બંને ચોરો નાઠા

વડાલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાલીના માલપુરમાં રવિવારે મોડી રાત્રે બે ચોરો ટ્રેક્ટર કે તેની બેટરી ચોરવાને ઇરાદે CCTVમાં શંકાસ્પદ દેખાતાં ગ્રામજનોએ ચોરોને પકડવા વડાલી પોલીસને CCTV ફૂટેજ આપી તપાસ કરવા માંગ કરી છે. માલપુરના નરેન્દ્રભાઇ દલસુખભાઈ પટેલ ટ્રેક્ટર ઘર આગળ મૂકી રવિવારે રાત્રે સૂતા હતા.

દરમિયાન રાત્રે બે શંકાસ્પદ ચોરો માસ્ક પહેરી ઘર આગળ આવ્યા હતા અને ટ્રેક્ટર તેમજ તેની બેટરી ચોરવાનો પ્રયાસ કરતાં નરેન્દ્રભાઇ જાગી જતાં બંને ભાગી ગયા હતા.ચોરીની શંકાસ્પદ ઘટના તેઓના ઘરમાં લગાવેલ CCTVમાં કેદ થઇ હતી. રાત્રે ગામના પ્રભુભાઈ ડાહ્યાભાઈ પટેલના કૂવા પરથી 70 ફૂટ કેબલ વાયર તેમજ ઓરડીનો દરવાજો તોડ્યો હતો. ગ્રામજનોએ પોલીસને ફૂટેજ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...