તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાલીમાં રેપડીમાતા મંદિર સામે ચાની કીટલી ચલાવતા યુવકને નાગપુરની લૂટેરી દુલ્હને લગ્ન કરી એકજ સપ્તાહમાં રૂ.1.35 લાખ રોકડ દાપૂ અને 44 હજારના સોના ચાંદીના દાગીના લઈ પાલયન થતાં યુવક પર આભ તૂટી પડ્યું છે. પોલીસે દુલ્હન અને ઠગ ટોળકીના અન્ય 7 સામે ફરિયાદ નોંધાવી છે.
દલાદ મારફતે લગ્ન કર્યા હતા
વડાલી શહેરના દવે સ્ટ્રીટમાં ધોબી ફળીમાં રહેતા દિપકકુમાર મહેન્દ્રભાઈ રાવલ ચાની કીટલી ચલાવે છે. યુવકના લગ્ન કરવાના બાકી હોઈ વડાલીના જાવેદભાઈ આદમભાઈ મનસુરીને કન્યા શોધી આપવા વાત કરતા તેઓએ શહેરના જ છોકરીઓના દલાલ તરીકે ઓળખાતા રશીદભાઈ ઉર્ફે લાલાભાઈ કાદરભાઈ મનસુરીનો સંપર્ક કરી આપ્યો હતો.જેઓએ સુરત મોકલી પ્રાંતિજના મૌછાના શારદાબેન કોદરભાઇ પરમાર સાથે મુલાકાત કરાવી હતી. જેમણે ચંદ્રરામાણી આર.તિવારી અને સ્વેતા ચૌધરી સાથે મુલાકાત કરાવતા તેઓએ દામા તેજપાલ નેણસિંગભાઈ સાળીની દીકરી શુભાગીની ભોજરાજ લોણારેને બતાવતા લગ્ન કરવાની સંમતિ આપતા રૂ.1.35 લાખ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ 179000 આપવાનું નક્કી કર્યું હતું.
યુવતી માસીની તબિયત ખરાબ હોવાનું કહીને ભાગી ગઈ
જે રૂપિયા તેમજ દાગીના આપ્યા બાદ તમામ શખ્સોની હાજરીમાં 25 ફેબ્રુ.ના રોજ વડાલીમાં લગ્ન કરાયા હતા. 10 દિવસ બાદ દામા તેજપાલે શુભાગીનીને ફોન કરી તારી માસી બીમાર છે કહી સુરત બોલાવતા સહ પરિવાર 6 માર્ચે સુરત ગયા હતા.જ્યાં દામા તેજપાલ અને ભરતભાઇ અને શુભાગીની તમો બધા રિક્ષામાં ભરતભાઈના ઘરે આવો તેમ કહી નીકળ્યા હતા અને દિપકભાઈનો પરિવાર રિક્ષામાં ભરતભાઈના ઘરે જતા ત્યાં તાળું લટકતું હતું. જેથી આ વ્યક્તિઓનો મોબાઈલ કરી સંપર્ક કરતા તમામના ફોન બંધ આવતા છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. ભોગબનનાર યુવકે તમામ સામે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.