તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:વડાલી માર્કેટયાર્ડમાં 6 મહિનામાં જાહેર હરાજીમાં 81 લાખ કિલો કપાસની આવક

વડાલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વડાલી માર્કેટયાર્ડમાં છ માસમાં કપાસની મબલક આવક - Divya Bhaskar
વડાલી માર્કેટયાર્ડમાં છ માસમાં કપાસની મબલક આવક
 • જાહેર હરાજીમાં પ્રતિ મણે રૂ.1080થી 1350 સુધીના ભાવ રહેતાં ખેડૂતોમાં ખુશી

સાબરકાંઠા જિલ્લાના વડાલી માર્કેટયાર્ડમાં ચાલુ સાલે 6 માસ દરમિયાન ૮૧,૦૯,૩૧૫ કીલો કપાસની જાહેર હરાજીમાં ખરીદી કરી છે. જેનો પ્રતિ ૨૦ કી.ગ્રા.નો ભાવ ૧૦૮૦ થી ૧૩૫૦ બોલાતા ટેકાના ભાવ કરતા ખેડુતોને વધુ ભાવ મળતા ખુશીની લહેર ફેલાઈ છે.

જિલ્લાના વડાલી, ઇડર, ખેડબ્રહ્મા, ભિલોડા અને વિજયનગર તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી મેઘરાજા મેઘમહેર કરતા જમીનમાં પાણીના સ્તર ઉચા આવતા ખેડુતો મોટાભાગની ખેતીલાયક જમીનમાં કપાસનુ વાવેતર કરી મબલક આવક મેળવી રહ્યા છે.

જે પાકના વાહનોમાં ભરી ખેડુતો વડાલી માર્કેટયાર્ડમાં ઊમટતા કપાસની આવકથી યાર્ડ ધમધમવા લાગતા ઉત્તર ગુજરાતના કપાસના વેપારીઓમાં વડાલી યાર્ડ આકર્ષણનું કેન્દ્ર બની ગયુ છે. જે યાર્ડમાં જાહેર હરાજીથી કપાસ ખરીદવામાં આવતા તેના પોષણક્ષમ ભાવ મળતા મહેસાણા, બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદી વિસ્તારમાંથી ખેડુતો કપાસ વેચવા આવી રહ્યા છે. ચાલુ સાલે યાર્ડમાં ૧ ઓક્ટોબરથી કપાસની જાહેર હરાજી શરૂ કરી હતી. જેમાં છ માસ દરમિયાન યાર્ડમાં કપાસની ૮૧,૦૯,૩૧૫ કીલો આવક થઈ છે.

જેના પ્રતિ ૨૦ કી.ગ્રા.ના ભાવ ૧૦૮૦થી ૧૩૫૦ રૂપિયા ભાવ ચુકવી ૫૧,૮૯,૯૬,૧૬૦ રૂપિયા ખેડુતોને છ માસમાં સરકારની કેશલેસ પધ્ધતિથી ચેકથી ચુકવ્યા છે. જે ખરીદી ટેકાના ભાવથી વધુએ થતા પાકના પોષણક્ષમ ભાવને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે. જ્યારે ચાલુ સાલે કપાસના ભાવ સારા મળતા આગામી વર્ષે કપસનું વધુ વાવેતર કરવા ખેડુતો વિચારી રહ્યા છે.

આ અંગે વડાલી માર્કેટયાર્ડના ચેરમેન જયંતીભાઈ પટેલના જણાવ્યા અનુસાર ચાલુ સાલે કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ ઓછો રહેતા સારી ગુણવત્તાનો કપાસ ખેડુતો ઉત્પાદન કરતા તેના ભાવ યાર્ડમાં પોષણક્ષમ મળ્યા છે. તેમજ યાર્ડમાં ખરીદાતા તમામ પાકો જાહેર હરાજીથી વેપારીઓ ખરીદતા હોવાથી પાકના યોગ્ય ભાવ મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો