આક્રોશ:વડાલી વોર્ડ-3 માં 5 દી'થી પાણી ન આવતાં આક્રોશ

વડાલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકો દ્વારા પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય

વડાલીમાં વોર્ડ નંબર-3 માં છેલ્લા પાંચ દિવસથી પાણી ના આવતાં વોર્ડના લોકો રોષ ભરાયા છે. સરકાર દ્વારા પાણી ઘરે-ઘરે પહોંચે તે માટે પાણીની પાઈપલાઈન નખાઇ રહી છે. વડાલી શહેરના ગાયત્રીનગર સોસાયટીના વોર્ડ નંબર-3 માં ભર શિયાળે છેલ્લા પાંચ દિવસ થી પીવાના પાણી ની સમસ્યા સર્જાઈ છે. ત્યારે છેલ્લા પાંચ દિવસથી પાણી ન આવતા વોર્ડ નંબર-3 માં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. તેમજ કોર્પોરેટરને જાણ કરતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું હતું.

આ અંગે સ્થાનિક બિનીત પ્રજાપતિ દ્વારા જણાવાયું હતું કે છેલ્લા પાંચ વર્ષથી ગાયત્રીનગરમાં અનિયમિત પાણી આવે છે. પાલિકાએ પાણી આપવાનો કોઈ સમય નક્કી નથી અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પાલિકાને કોઈ ફરક પડતો નથી. આ અંગે સ્થાનિક ભોગીલાલ ચૈાહાણ દ્વારા જણાવાયું હતુ કે છેલ્લા કેટલા સમયથી અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા રહી છે. અવાર-નવાર રજૂઆતો કરવા છતાં પાલિકા અમારું સાંભળતી જ નથી. નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને ફોન કરતાં પ્રમુખ અને ચીફ ઓફિસરે ફોન રિસિવ કર્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...