તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવચન:પૈસા દવા લાવી આપશે તંદુરસ્તી નહીં, મસ્ત પલંગ ઊંઘ નહીં લાવી શકે પૈસાની લિમિટ સમજો:મ.સા.

વડાલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૈન સમાજના પ્રવચનકાર મહારાજનું વડાલીમાં વ્યાખ્યાન યોજાયું

અમદાવાદની મિલનો મજૂર બે પૈસાની બીડી પી મોજથી ફૂટપાથ પર ઘસઘસાટ ઊંઘી જતો હોય છે.પરંતુ એ જ મિલના શેઠને એસી રૂમમાં ડનલોપની ગાદી તકીએ આંખ નથી ઘેરાતી અને ઊંઘની ગોળીઓ લેવી પડે છે. યાદ રહે પૈસા દવા લાવી આપશે તંદુરસ્તી નહીં મસ્ત પલંગ ઊંઘ નહીં લાવી શકે પૈસાની લિમીટ સમજો તેવુ વડાલીમાં પધારેલ જૈનાચાર્ય યશોવર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબે પ્રવચનમાં જણાવ્યું હતું. વડાલી જૈનસંઘના પરમોપકારી મહાન સંત અને શાંતિનાથ જિન 24 જીનાલયના ભવ્યાતિભવ્ય જિર્ણોદ્ધારના પ્રેરક અને માર્ગદર્શન હૃદયસ્પર્શી પ્રવચનકાર પ્રભાવક ગુરૂદેવ પ.પૂ.આ.ભ.શ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજ ગુરૂવારે વડાલી પધાર્યા હતા. તેઓનું વડાલી પાલિકા આગળ જૈન સમાજ દ્વારા સામૈયુ કરી ભવ્ય સ્વાગત કરાયું હતું.

જે બાદ તેમનું શુક્રવારે ઉપાશ્રયમાં જાહેર પ્રવચન યોજાયું હતું. તેમણે જણાવ્યું કે આજના સમયમાં લોકો સમાજમાં પોતાનો રૂતબો કાયમ કરવા તેમજ મોટા બની ધનવાન સ્ટેટ્સ મેળવવા પૈસા પાછળ પોતાના પરિવાર અને સમાજને ભુલી દોટ લગાવે છે.જે ઓધળી દાંટથી તે શ્રીમંતતો બની જાય છે પણ શાન્તિથી પોતાના પરિવાર સાથે હળીમળી કે પોતાના આલીશાન અશિયાનામાં પાથરેલ જાજમમાં રાત્રે નિરાંતથી સૂઈ પણ શકતો નથી જેથી પૈસાની જાહોજલી વચ્ચે પણ તેને ઊંઘની ગોળીઓ લેઈને રાત પસાર કરવી પડે છે. જ્યારે તેનાજ ધંધામાં કામ કરતો મજૂર બે પૈસાની બીડી પીને ઉગતા સૂર્યની ચિંતા કર્યા વગર મૌજથી ફૂટપાથ પર ધસધસાટ સુઈ જાય છે તો આ બન્નેમાં સુખી કોણ કહેવાય તેવું કહી પૈસા સુખ સાયબી અને દવા લાવી આપશે તંદુરસ્તી નહીં લાવી આપે.

અન્ય સમાચારો પણ છે...