તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:શાળાએ જવા મેધ રતનપુરની દીકરીઓની રસ્તાની માંગણી

વડાલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારને આવેદનપત્ર આપીરજૂઆત કરી

વડાલી મામલતદારને મેધ રતનપુર ગામની દસ જેટલી અભ્યાસ કરતી દીકરીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સ્કૂલે જવા રસ્તાની માંગ કરી હતી. મેધ રતનપુર ગામની અભ્યાસ કરતી દીકરીઓ અને દીકરાઓએ માંગ કરી છે કે અમો જે રસ્તા પરથી સ્કૂલ જઈ એ છીએ ત્યાંથી સિંચાઈની કેનાલ પસાર થાય છે ત્યાંથી પસાર થતા રસ્તા પર વરસાદના લીધે કાદવ કીચડ પણ થાય છે જેથી અમોને અવર જવર ની તકલીફ પડે છે.

કેનાલ ઉપરથી અમે જઈ શકતા નથી તો હવે અમારી પાસે બે જ વિકલ્પ છે કાતો રસ્તાનો યોગ્ય ઉકેલ કરો અથવા અમે અભ્યાસ છોડી દઈએ ? ગામના એક આગેવાનને સાથે રાખી વડાલી મામલતદારને આવેદન આપ્યું હતું. આ રસ્તાનો વિવાદ પહેલેથી અલગ અલગ જગ્યાએ ચાલે છે ત્યારે બુધવારે 11 દીકરા દીકરીઓએ રસ્તાના કારણે અભ્યાસ છોડવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...