તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઇ:રામપુર ફૂદેડા ગામના ખેડૂતને ખોટી જમીન બતાવી મામા ભાણેજે 14.50 લાખમાં ઠગ્યો

વડાલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા અને પાટણ જિલ્લાના મામા-ભાણેજ સામે ફરિયાદ નોંધાઇ
 • વિશ્વાસમાં લઈ નોટરી કરી બાનાખતમાં પોતાનો ફોટો લગાવી ઠગાઇ કરી

વડાલીના રામપુર ફૂદેડાના ખેડૂતને મામા અને ભાણેજે ગાજીપુરમાં બેનામી જમીન બતાવી તેનો બાનાખત બનાવી ખોટી સહીઓ કરી રૂ. 14.50 લાખનો ચુનો લગાવતા મહેસાણા જિલ્લાના મામા અને પાટણ જિલ્લાના ભાણેજ સામે વડાલી પોલીસમાં ગુરૂવારે ફરિયાદ નોંધાવાઇ હતી.

રામપુર ફૂદેડાના પૂજાપાઠ અને રસોઈનું કામ કરતા દિનેશકુમાર ફૂલશંકર પંડ્યાને વારસાઈમાં ઓછી જમીન મળતાં નવીન જમીન ખરીદવા વર્ષ 2014 માં દલાલ ભુપેન્દ્રભાઈ પંડ્યાનો સંપર્ક કર્યો હતો. જેમણે તાલુકાના ગાજીપુરમાં આવેલી વડનગરના ત્રાંસવાડના મુકેશભાઈ પ્રહલાદભાઈ પટેલની જમીન વેચવાની છે કહી તેનો વહીવટ તેમના ભાણેજ ચેતનકુમાર કાનજીભાઈ પટેલ રહે.મણુંદ, તા. જિ.પાટણ વાળા કરતા હોવાથી બેઠક કરી 8 વિઘા 17.28 લાખમાં ખરીદવા નક્કી કર્યું હતું. ચેતનભાઈએ આ જમીન મારી જ છે કહી વિશ્વાસમાં લઈ નોટરી કરી બાનાખતમાં પોતાનો ફોટો લગાવી મુકેશભાઈની ખોટી સહી કરી સમય અંતરે રૂ. 14.50 લાખ પડાવી લીધા હતા. બાકીના રૂ. 2.87 લાખ દસ્તાવેજ કર્યા બાદ આપવાનું નક્કી કર્યું હતું.

જે બાદ તેઓ જમીન જોવા જતા આ જમીન મુકેશભાઈની હોવાનું જણાવતા તેમનો સંપર્ક કરતાં જમીનનો દસ્તાવેજ નહી કરી આપું તારા પૈસા અમે બન્નેએ વહેંચી દીધા છે તેવુ કહેતા ચેતનભાઈનો સંપર્ક કરતા તેણે જણાવ્યું કે મે તમને કોઈ જમીન મેં વેચી નથી કે પૈસા લીધા નથી તેવુ કહેતા ખેડૂતને છેતરપિંડીનો અહેસાસ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો