LCBની કાર્યવાહી:વડાલીના વાસણા અસાઈમાં IPLનો સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો, 2 છૂ

વડાલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયથી એલસીબીના રડાર પર હતો, પરંતુ થાપ આપતો રહ્યો હતો

સાબરકાંઠા એલસીબીએ કેટલા દિવસથી થાપ આપી રહેલ આઇપીએલની મેચોમાં સટ્ટો રમાડતા શખ્સોની સતત વોચ રાખી રવિવારે સાંજે ચોક્કસ બાતમી મળતા વડાલીના વાસણા(અસાઇ) ગામની સીમમાં ફાર્મની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં રેડ કરી 17 રમતા અને રમાડતા ત્રણ શખ્સો પૈકી એકને ઝડપી પાડ્યો હતો અને વડાલી પોલીસ સ્ટેશનમાં ફરાર બે સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી.

રવિવારે સાંજે બાતમી હકીકત મળેલ કે વાસણા(અસાઇ) ગામની સીમમાં એઝાઝ ચૌહાણના ફાર્મની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં એહતેશામ ઉર્ફે એટલી બશીરમિયા સૈયદ (રહે.ચાંદનગર,પ્રતાપ પેલેસની બાજુમાં હિંમતનગર) બીજા માણસો સાથે મોબાઇલ ફોન ઉપર હાલમાં ચાલતી આઇ.પી.એલ ચેન્નાઇ અને હૈદરાબાદની 20-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર ૨મવા તથા જુગારના હિસાબ સાથે બેઠેલ છે જેને પગલે એલસીબી પીએસઆઇ એન.આર.ઉમટ ટીમ લઈને બાતમીવાળી જગ્યાએ પહોંચી જતા ત્રણ શખ્સ પૈકી એક પકડાઇ ગયો હતો અને બે ભાગી ગયા હતા.

પકડાયેલ શખ્સ એહતેશામ ઉર્ફે એટલી બશીરમિયા સૈયદના મોબાઇલની ચકાસણી કરતાં ક્રિકેટ લાઇનગુરૂ મોબાઇલ એપ્લીકેશન ચેન્નાઇ સુપરિકંગ અને સનરાઇઝ હૈદરાબાદની મેચનો સટ્ટો રમતા હતા. શખ્સ પાસેથી મળેલ મોબાઈલ કિં.રૂ.25 હજાર, અન્ય બે મોબાઇલ કિં. રૂ.40 હજાર તથા રૂ.10 હજાર અને એક્ટીવા કબ્જે લઈ ભાગી ગયેલના નામ પુછતાં એઝાઝમિયાં ઝહીરમિયાં ચૈહાણ (રહે. પટેલ ફળી,કસબા વિસ્તાર વડાલી) ઇમરાનખાન ફિરોઝખાન નાગોરી (રહે.ચાંદનગર,પ્રતાપ પેલેસની બાજુમાં હિંમતનગર) જણાવ્યુ હતું.

આમની સામે ફરિયાદ

  • 1.એહતેશામ ઉર્ફે એટલી બશીરમિયા સૈયદ (રહે.ચાંદનગર,પ્રતાપ પેલેસની બાજુમાં હિંમતનગર) (પકડાયેલ શખ્સ)
  • 2.એઝાઝમિયાં ઝહીરમિયાં ચૌહાણ (રહે.પટેલ ફળી, કસબા વિસ્તાર, વડાલી)
  • 3.ઇમરાનખાન ફિરોઝખાન નાગોરી(રહે.ચાંદનગર,પ્રતાપ પેલેસની બાજુમાં હિંમતનગર)

અન્ય સમાચારો પણ છે...