તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વળતર આપવા લોકમાંગ:વડાલીના વડગામડામાં વાવાઝોડા સાથે વરસાદથી 7 ઓરડીઓનાં પતરાં ઊડ્યાં

વડાલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નુકસાનીનો સર્વે કરી અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવા લોકમાંગ

વડાલી તાલુકામાં બુધવારે સાંજે વાવાઝોડા સાથે પોણો ઇંચ વરસાદ પડતાં વડગામડામાં 7 ઓરડીઓના સિમેન્ટના પતરાં ઉડી ગયા હતા. તેમજ ઝાડ તેમજ વીજપોલ ધરાશાયી થતાં વીજળી ડૂલ થતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેથી લોકો જવાબદાર તંત્ર દ્વારા નુકસાનીની સર્વે કરી યોગ્ય વળતર આપવા ઉગ્ર માંગ કરવા લાગ્યા છે.

બુધવાર સાંજે પડેલા વરસાદમાં વડગામડાના નારાયણભાઈ પ્રભુભાઈ પટેલ, જયંતીભાઈ હીરાભાઈ પટેલ, અશોકભાઈ જયચંદભાઈ પટેલ તેમજ બીજા ચાર વ્યક્તિઓની નવીન બની રહેલ ઓરડીઓના સિમેન્ટનાં પતરા ઉડી જઈ પટકાઈ તૂટી ગયા હતા. ચોમાસાના પ્રથમ વરસાદે જ તારાજી સર્જતાં નુકસાનીની સર્વે કરી અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવા લોકો ઉગ્ર માંગ કરવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...