વડાલીમાં મનરેગાના કર્મચારીઓએ વિવિધ સાત પ્રકારની માંગણીઓને લઈને ટીડીઓને આવેદનપત્ર આપી માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં અચોક્કસ મુદતની હળતાલ પર જવાની ચિમકી ઉચ્ચારી હતી. ગુજરાત રાજ્યના ગ્રામિણ વિસ્તારમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાંહેધરી અધિનિયમ હેઠળ ગ્રામ્ય વિસ્તારના બેરોજગારો અને ઉપલબ્ધ શ્રમજીવી ફોર્સને વૈકલ્પિક રોજગાર પૂરો પાડવાના હેતુસર વિવિધ જાહેર કામો માટે વિવિધ યોજનાઓ કે જે તમામ યોજનાઓના આધારસ્તંભ તરીકે કામ કરતા કર્મચારીઓ કે જેઓ સંપૂર્ણ પણે અંધકારમય જીવન જીવી રહ્યા છે.
ત્યારે મનરેગા હેઠળ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છેલ્લા 12 વર્ષની નોકરી થવા છતાં વર્ષો થી પગાર વધારો મળેલ નથી તેમજ કર્મચારીઓનો પગાર વધારો અને લઘુતમ વેતન દર મુજબ પગાર 12 વર્ષના પગાર વધારા સાથે એરિયર્સ, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદી તેમજ સરકારી અન્ય લાભો મેળવવા માટે વડાલીના મનરેગાના કર્મચારીઓ દ્વારા તાલુકા પંચાયત ખાતે ટીડીઓ બી.જી.રાજપૂતને આવેદનપત્ર આપ્યું હતું અને જો કર્મચારીઓની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.