તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વડાલીમાં આજથી જાહેરમાં કચરો નાખનાર, થૂંકનાર દંડાશે

વડાલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરમાં કચરો ફેંકનારને પ્રથમવાર ~100, બીજીવાર~ 200 થી 500 દંડ વસૂલ કરાશે

વડાલી શહેરના રહીશો મંગળવાથી પોતાના ઘર કે દુકાન આગળ જાહેરમાં કચરો નાખશે કે કોઈપણ વ્યક્તિ જાહેરમાં થૂંકતી કે ગંદકી કરતાં પકડાશે તો પાલિકા દંડ ફટકારશે. જાહેરમાં કચરો ફેંકનારને પ્રથમવાર રૂ.100 તેમજ બીજીવાર કચરો ફેંકનાર પાસેથી રૂ. 200 થી 500 દંડ વસૂલ કરાશે. વડાલી પાલિકા દ્વારા કચરાનો નિકાલ કરવા સંગીત સાથે ડોર ટુ ડોર ગાડી શહેરમાં ફેરવાય છે. તેમ છતાં કેટલાક રહીશો તેમજ દુકાનદારો જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવી શહેરની છબી બગાડે છે.

આજે મંગળવાથી ઘર કે દુકાન આગળ,રસ્તાપર તેમજ જાહેરમાં કચરો ફેંકનારને પ્રથમવાર રૂ. 100 દંડ તેમજ બીજીવાર કચરો ફેંકનાર પાસેથી રૂ. 200 થી 500 દંડ વસૂલ કરાશે. તેમજ જાહેરમાં થૂંકતા કે ગંદકી કરતા પકડાશે તો પાલિકાના અધિનિયમ મુજબ કાર્યવાહી કરાશે. અંગે પાલિકાના ચીફ ઓફિસર ડી.એસ. પટણીના જણાવ્યા અનુસાર પાલિકાના પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા મંગળવારથી શહેરમાં સધન ચેકીંગ હાથ ધરાશે અને જાહેરમાં કચરો કે ગંદકી ફેલાવનાર દંડાશે.

અન્ય સમાચારો પણ છે...